Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પબ્જી ગેઇમ ઉપર રાજકોટ જીલ્લામાં પણ બે મહિના પ્રતિબંધ મૂકી દેવાયો

એડી.કલેકટર પરિમલ પંડયાનું જાહેરનામું: ભંગ કરનાર સામે સીધી ફોજદારી

રાજકોટ તા. ૮ : પબ્જી ગેઇમ સામે રાજકોટ કલેકટર તંત્રે પણ દંડો ઉગામે છે અને જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ મુકી દીધો છે.

 

કલેકટર તંત્રના ઉમેર્યા પ્રમાણે player Unknowin's Battle Grounds.) પબ્જી ગેઇમના કારણે બાળકો અને યુવાનોનાં અભ્યાસ પર અસર થાય છ.ે તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર પડે છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પરિમલ પંડયાએ મળેલ સતા હેઠળ રાજકોટ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર આ ગેઇમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છ.ે સાથોસાથ જે પણ વ્યકિતને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઇપણ અન્ય વ્યકિત એવી રમવાની ગતિવિધિમાં ભાગ લે છે તે ધ્યાને આવે તો નજદીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખીત જાણ કરવાની ફરજ કરવામાં આવે છ.ેગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણીક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડતું નથી.આ જાહેરનામું પોલીસ કમિશનર, રાજકોટ શહેર, રાજકોટની હકુમત સિવાયનો સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારા વ્યકિત ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કમલ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩પ મુજબ શિક્ષાને પાત્ર થશે. તથા આ જાહેરનામુ તા.૭/૩ થી ૬/પ સુધી અમલમાં રહેશ.

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોય આથી એકતરફી હુકમ કરૂ છું.

(4:00 pm IST)