Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

શહેરનું નવમું સ્થાન પ્રાપ્ત થતાં મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓનો, સન્માન કાર્યક્રમ યોજાયો

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશના શહેરો અને નગરો માટે સ્વચ્છતા હરીફાઈ યોજવામાં આવેલ. ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના શહેરો અને નગરો વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯નું આયોજન થયેલ. ભારત સરકાર દ્વારા આ હરીફાઈનું પરિણામ તથા એવોર્ડ સમારોહ દિલ્હી ખાતે યોજવામાં આવેલ. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ દેશના ૪૨૩૭ દેશોમાંથી રાજકોટએ નવમું સ્થાન અને રાજયમાં બીજું સ્થાન મેળવેલ છે. આ હરીફાઈમાં જુદાં જુદાં રેન્ક પણ આપવામાં આવેલ. જેમાં રાજકોટએ થ્રી સ્ટાર રેન્કિંગ મેળવેલ હતો. શહેરએ નવમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના જુદાં જુદાં વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓનો સન્માન સમારોહ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે યોજાયેલ. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, ચેતન નંદાણી, જાડેજા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પર્યાવરણ અધિકારીઓ, એસ.આઈ, એસ.એસ.આઈ., વોર્ડ ઓફિસરો, એન્જીનીયરઓ, વિજીલન્સ તથા આઈ.ટી વિભાગ, તેમજ સંબધક તમામ બ્રાન્ચના સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરેલ.

(3:57 pm IST)