Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વોર્ડ નં.૯ના રામનગર, હીરામણનગર, શીવપરામાં પેવીંગ બ્લોકનું કામઃ

વોર્ડ નં.૯માં આવેલ રામનગર, હીરામણનગર અને શીવપરા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી રૂ.૪૦ લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ તકે વોર્ડપ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી કમલેશ શર્મા, આશીષ ભટ્ટ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહીલા મોરચાના શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જીતુભાઇ કાટોળીયા, રણછોડભાઇ સાટીયા, જાગૃતીબેન ભાણવડીયા, મેઘરાજસિંહ ઝાલા, હીરેન સાપરીયા, સંજય ભાલોડીયા, વીરેન્દ્ર ભટ્ટ, દીનેશ જાવીયા, બાબુભાઇ જોષી, નિતીનભાઇ જોષી, લલીતભાઇ રાજયગુરૂ, સંજય પંચાસરા, પ્રેમજીભાઇ ખોખર, ખુમાનસિહ ઝાલા, તેમજ સોસાયટીના કીશોરભાઇ બોરીચા, રોહીતભાઇ સોલંકી, ગોપાભાઇ જોગરાણા, વૈશાલીબેન કુકડીયા, નીતાબેન પરમાર, મેયાબેન કાટોળીયા, આયશુબેન નોઇડા, મીનાબેન પાટીલ, હંસાબેન વાડોદરીયા, ઇન્દ્રાબા ઝાલા, જયશ્રીબેન ભટ્ટ, જેતીબેન મારૂ, અશોકભાઇ સોલંકી, હરીભાઇ મુલીયાણા, રમેશભાઇ ભરડવા, પોપટભાઇ ચાવડીયા, કીશોરભાઇ ભટ્ટ, રઘુભાઇ ધોળકીયા, લાલાભાઇ સભાડ તેમજ શીવપરા યુવક મંડળના સભ્યો તેમજ લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)