Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વોર્ડ નં.૯ના સન સીટી પાસે પેવીંગ બ્લોકનું કામ

વોર્ડ નં.૯માં આવેલ સનસીટી પાસે જનભાગીદારીથી પેવીંગ બ્લોકના કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ તકે વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી કમલેશ શર્મા, આશીષ ભટ્ટ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહીલા મોરચાના શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જાગૃતીબેન ભાણવાડીયા, હીરેન સાપરીયા, સંજય ભાલોડીયા, કૌશીકભાઇ અઢીયા, વીરેન્દ્ર ભટ્ટ, રામજીભાઇ બેરા, દીનેશ જાવીયા, તેમજ પાખ સીટી અને રૂબી એપાર્ટમેન્ટના દિનેશભાઇ રૂપાણી, અરવીંદભાઇ ગજેરા, દિલીપભાઇ સાપરીયા, ગીરીરાજસિંહ ચુડાસમા, મુળજીભાઇ ઝાલાવડીયા, પ્રવીણભાઇ વૈશ્નાણી, કેતનભાઇ શાહ, મીતેશભાઇ મહેતા, જયેશભાઇ ઘીયા, નવીનભાઇ ચંદે, રમાબેન ગજેરા, ભવ્યાબેન મારડીયા, સંજયભાઇ મહેતા, લલીતભાઇ સંતોકી, હિતેશભાઇ સોજીત્રા સહીતના સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)