Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રેલનગર વિસ્તારમાં ડામર કામનો પ્રારંભઃ ખાતમુર્હૂત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારથી સાધુ વાસવાણી કુંજ રોડ સુધી આશરે ર કી. મી. સુધીનો રોડ પેવરકામ કરી અને ડામર કામ કરવાનો કુલ રૂ. પ,૪૪,પ૬,૦૦૦ ના ખર્ચે આ વિકાસ કાર્યનો આજરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે પ્રારંભ. ત્યારે આ વિસ્તારના લતાવાસીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળેલ છે. રેલનગર વિસ્તારમાં નવો બનનાર પેવર કામ કરીને ડામર કામ સાથે મઢવા કુલ ૪ ફુટ સુધીનું ઊંડું ખોદાણ કરાશે અને ત્યારબાાદ મોરમ નાખવાના કામ સાથે તેમજ ફીલીંગ તેમજ જી. એસ. બી. નો જાડો થર કરી આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર  ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, તેમજ વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, મનહરસિંહ ગોહીલ,  હિતેશભાઇ રાવલ, નીતિનભાઇ ભટ્ટ, વેગડા, ફુલેન્દ્રભાઇ, અમૃતિયા, વિલાશબા સોઢા, હિનાબા ગોહીલ, ઇલાબેન, જતીનભાઇ ગણાત્રા સહિત વોર્ડ નં. ૩ ના આગેવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતી હતી. આમ ઉપરોકત  વિકાસ કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તેમજ ધારાસભ્યશ્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરવમાં આવેલ. અને આ કામ પુરજોશથી વેગવંતુ કરવામાં આવેલ હતું.

(3:56 pm IST)