Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગણાત્રાવાડી વિસ્તારમાં ડામર પેવર કામનો પ્રારંભ

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૨માં જાગૃત કોર્પોરેટર દ્વારા ''સૌનો સાથ સૌનો વિકાસના'' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં તાર ઓફીસ પાછળ ગણાત્રાવાડી વિસ્તારમાં ડામર પેવર કામનું ખાતમહુર્ત વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષ રાડીયા, ડો. દર્શિતાબેન શાહ,  જયમીન ઠાકર અને  સોફિયાબેન દલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, દશરથસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, ભરતભાઈ સોમાણી, પ્રકાશભાઈ સોમાણી, દિનેશભાઈ કાથરાણી, નીતિનભાઈ મેદ્યાણી, રાજુભાઈ મેદ્યાણી, ભાવેશભાઈ પરમાર, ભુપતભાઈ ભરવાડ, અશોકભાઈ ચૌહાણ, નીલેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ રાઠોડ, પંકજભાઇ જોષી, દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સિમેજીયા તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)