Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ડામર પેવર કામનું ગોવિંદભાઇ પટેલના હસ્તે ખાતમહૂર્ત

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટશ્રી તથા હાઉસીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતીન રામાણી દ્વારા ''સૌ નો સાથ સૌ નો વિકાસના'' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ડામર પેવર કામનું ખાતમહુર્ત ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવેલ. આ કામ અંદાજીત ૧.૪૮ કરોડના ખર્ચે થશે. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, શૈલેષભાઈ ડાંગર, હસુભાઈ ચોવટિયા, યોગેશભાઈ ભુવા, પ્રવિણભાઈ રાઠોડ, વજુભાઈ લુંણાસીયા, કેતનભાઈ વાસાણી, પૃથ્વીસિંહ જાડેજા, ભરતભાઈ બોરીચા, રવજીભાઈ બગડા, બીપીનભાઈ સિદ્ઘપુરા, દિવ્યેશભાઈ પીપળીયા, વિશાળ પરમાર, લખનભાઇ સિદ્ઘપુરા, નાગજીભાઈ ગોલતર, પરેશભાઈ દાવડા, ગોવિંદભાઈ ટોયટા, વાલાભાઈ બોરીચા, યોગીન છનીયાર, જે.કે.સરવૈયા, નિર્મળભાઈ બોરીચા, સુરેશભાઈ ભંડેરી, પ્રકાશસિંહ જાડેજા, દામજીભાઈ ભુવા, ભરતભાઈ ખુંટ, જય ભરતભાઈ ખુંટ, ઘનશ્યામભાઈ શીંગાળા, તારકભાઈ ગજેરા, ભાર્ગવભાઈ, વિઠ્ઠલભાઇ શીંગાળા, અમદીશભાઈ પટેલ, બ્રહ્માંશુભાઈ સાવલીયા, ભાવેશભાઈ નાર, ગ્રીનેશભાઈ ઘમસાણીયા, ભાવેશભાઈ વેકરીયા, મનસુખભાઈ મેંદપરા, રાજુભાઈ અકબરી, આશિષ પરસાણા, અજીતભાઈ, વલ્લભભાઈ ધીંગાણી, ચનાભાઈ બોરસદીયા, કેયુરભાઈ, રાજુભાઈ મિસ્ત્રી, ચંદુભાઈ વેકરીયા, ધીરુભાઈ વામજી, અમિતભાઈ, જેન્તીભાઈ વામજી, વેલજીભાઈ દેસાઈ, દિલીપભાઈ વાછાણી, દીગુભાઈ જાડેજા, સત્યનારાયણ તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)