Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

એરપોર્ટ રોડ વિસ્તારનો વોંકળો એપાર્ટમેન્ટ મઢાશે

કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ, મનિષભાઇ રાડિયા, જયમીન ઠાકર તથા સોફિયાબેન દલના પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૮:  શહેરના વોર્ડ નં.૦૨માં જાગૃત કોર્પોરેટર દ્વારા 'સૌ નો સાથ સૌ નો વિકાસના' સુત્ર સાથે લોક ઉપયોગી વિસ્તારના જુદા જુદા કામો મંજુર કરાવી કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ વોકળો પાકો કરવા વિસ્તારવાસીઓની રજુઆતને ધ્યાને લઇ વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા અંગત રસ લઇ આ વોંકળાને પાકું કરવાના કામને મંજુર કરાવામાં આવેલ છે.

એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળના વોકળો પાકો થતા ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નનો ઝડપથી નિકાલ થશે. આ વોકળા પર પાકું (સ્ટ્રેન્ધનીંગ) કામ કરવામાં આવશે તેમ ડો. દર્શિતાબેન શાહ, મનિષભાઇ રાડિયા, જયમીન ઠાકર તથા સોફીયાબેન દલએ જણાવ્યું હતું.

(3:52 pm IST)