Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મ્યુ.કોર્પોરેશન બિલ્ડરોથી પણ વધુ ભાવે આવાસના ફલેટો આપશેઃ ઘનશ્યામસિંહ જાડેજા

રર લાખની બજાર કીંમતે વેચતા ૩ બીએચકેના રૂ. ર૪ લાખ સ્ટેન્ડીંગ કમીટીમાં કોંગ્રેસે આવાસ યોજનાનો વિરોધ દર્શાવ્યો

રાજકોટ તા. ૮ : મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૧ર૬ ફલેટોની અવાસ યોજનાના ૩૭ર કરોડના ટેન્ડરો અરજન્ટ બિઝનેશનથી મંજુર થયા છે તેમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ દર્શાવ્યો છે અને આ યોજનામાં મ્યુ.કોર્પોરેશનનું તંત્ર બિલ્ડરોથી પણ મોંઘા ભાવે ગરીબ-મધ્યમ વર્ગને ફલેટ આપનાર હોવાના આક્ષેપો કર્યા છે.

ઘનશ્યામસિંહે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓના વોર્ડ નં.૧૧માંં ૩ બીએચકે એલ.આઇ.જી.ફલેટ જે૬૪પ ચો.ફુટના મ્યુ.કોર્પોરેશન બનાવીને ર૪ લાખમાં લાભાર્થીને આપનાર છે.પરંતુ હાલમાં આજ વિસ્તારમંા ૬૪પ કાર્પેટના ૩ બીએચકે ફલેટ બિલ્ડર રર લાખમાં વેચે છે આમ તંત્ર ખુદ બિલ્ડરની ભૂમિકામા હોય તેવો આક્ષેપ તેઓએ કર્યો છે.

આ ઉપરાંત ઘનશ્યામસિંહે આજની સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ એરપોર્ટ રોડમાં વોકળામાં સિમેન્ટ કામ ૮ ટકા વધારે ભાવ સાથે મંજુર થતા તે તો ત્થા કોઇ ફેસેવલમાં ૭૯ હજાર ખર્ચ મંજુરી અને પ્રમુખ સ્વામી ઓડીટોરિયમમા ૧૮ લાખના રીપેરીંગ સહીતની દરખાસ્તોમાં વધારે ખર્ચાની શંકા દર્શાવી તમામ દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો હતો.(૬.૨૮)

(3:52 pm IST)