Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નારી તું નારાયણી : દરેક ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની છે

આજે વિશ્વ મહિલા દિને બહેનોને મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા તથા હાઉસોના ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના મહિલા કોર્પોરેટરો દ્વારા શુભેચ્છા

રાજકોટ, તા. ૮ :  આજે ૮ માર્ચે વિશ્વ મહિલા દિન પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા જયાબેન ડાંગર, જાગૃતિબેન ડાંગર દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી છે.

બિનાબેન આચાર્ય

આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. અનેક ક્ષેત્રોમાં નારીઓએ દેશનું નામ રોશન કરેલ. રાજય સરકાર દ્વારા પણ મહિલા સશકિત કરણ હેઠળ મહિલાલક્ષી યોજનો કાર્યરત છે. રાજયના મહાનગરોમાં રાજકીય ક્ષેત્રે પણ ૫૦ટકાઅનામત રાખવામાં આવેલ છે. તેમજ પોલીસ વિભાગ તેમજ અન્ય ભરતીઓમાં ૩૩ટકા મહિલાઓ માટે રીઝર્વ રાખવામાં આવેલ છે.

ગાયત્રીબા વાઘેલા

સમગ્ર વિશ્વ જયારે ૮ માર્ચ વિશ્વ નારી દિવસની ઉજવણી કરે છે ત્યારે વંદન એ ભારતીય સંસ્કૃતિ ને કેે જેના સનાતન મુળામાં જ શકિત સ્વરૂપાનારી છે જે સંસ્કૃતિમાં નારીનું સ્થાન માતા છે. જે વિશ્વમાં બીજેે કયાંય નથી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનિષદો અને સાક્ષીનું સર્જન અને સર્જક નારી છે અહીં રઘુપતિરાગ કૌશાલ્યાનંદન કહેવાય છે.

જયાબેન ડાંગર

આમ તો ૩૬૫ દિવસમાંથી ભાગ્યે જ એવો કોઈ દિવસ હશે. જે મહિલા વગર જતો હોય કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ સત્ય હકીકત છે. મહિલા એક શકિત અને માં દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. સામાજીક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકા ખુબજ અગત્યની છે. સમાજમાં દરેક ક્ષેત્ર પછી તે રમત ગમત, શિક્ષણ, કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। કે વેપાર ધંધા દરેકમાં હવે તે પુરુષ સમોવડી બની છે.ઙ્ગ

ભારતીય આર્યનારીને સલામ છે. જયાં સુધી જગતપર માનવ વસવાટ હશે ત્યાં સુધી નારીના બલીદાનની યશગાથાઓ વંચાશે, ગવાશે અને પ્રેરણા આપતી રહેશે. નારી તુ નારાયણી.

જાગૃતીબેન ડાંગર

એક પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રી એ હવે પુરૂષોના હાથનું રમકડું રહ્યુ઼ નથી પુરૂષ સમોવાડી બની છે. પરંતુ એ ત્યારે શકય બની શકશે જયારે દિકરીને સાચા અર્થે કેળવણી મળે યોગ્ય શિક્ષણ મળે એ પણ જે સાચી હકકદાર છે. આજરોજ મહિલા દિન નિમિત્તે સ્કોલશીપ અને શિક્ષણલોનના બદલે ઓબીસી સમાજની દિકરીઓને અને અન્ય તમામ સમાજ જે ર લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના લોકોને સંપૂર્ણ કન્યા કેળવણી ફ્રી મળી રહે તેવા પ્રયાસો આપ દ્વારા થવા જોઇએ અને યોગ્ય પગલા લેવા જોઇએ.

(3:50 pm IST)