Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ચાર વર્ષથી કાર્યરત મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા પાંચ લાખથી વધુ મહિલાઓને મદદરૂપ થઇ

રાજકોટ તા ૮ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમીતે શહેરમાં ચાર વર્ષથી કાર્યરત અભયમ મહિલા હેલ્પ લાઇન ૧૮૧ દ્વારા પિડીત મહિલાઓને મદદરૂપ થઇ રહી છે. ચાર વર્ષમાં ૧૮૧ દ્વારા પાંચ લાખથી વધુ મહિલાઓની મુશ્કેલીઓનું નિરાકરણ લાવી માર્ગદર્શન પુરૂ પાડયું છે.

મહિલાઓને વિવિધ પ્રકારની મુશ્કેલીમાં તુરતજ પ્રતિસાદ મળે તેવા હેતુથી સમગ્ર રાજયમાં ૮ માર્ચ ૨૦૧૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમીતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો હતો. હેલ્પલાઇન દ્વારા ચાર વર્ષમાં પાંચ લાખ કરતા વધુ મહિલાઓને વિકટ પરિસ્થિતીમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન પુેરૂ પાડવામાં આવ્યું હતું. શહેરમાં ભકિતનગર, આજીડેમ, મહિલા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે.

તાજેતરમાં સાસુ દ્વારા ઘરનું કામ તથા નાની નાની બાબત પરથી શારીરીક, માનસીક, ત્રાસથી કંટાળી એક મહિલા આજીડેમે આપઘાત કરવા માટે પહોંચી હતી, ત્યારે મહીલા હેલ્પ લાઇન ૧૮૧ ની ટીમને જાણ થતાં તાકીદે સ્થળ પર પહોંચી મહિલાને આપઘાત કરતા અટકાવી અને તેની સાથે કાઉન્સીલીંગ કરી તેના પતિને બોલાવી તેની સાથે પણ કાઉન્સીલીંગ કરી માર્ગદર્શન આપી સમાધાનઙ્ગ કરાવ્યું હતું બાદ બીજા કિસ્સામાં રેલનગરમાંથી ભુલી પડેલી હરિયાણાની મહીલાના  પરિવારજનોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. (૩.૧૩)

(3:49 pm IST)