Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કાલે ઢેબર ચોકમાં જાહેરસભા : દેશભકિતના ગીતો ગુંજશે

પરાબજાર રાજકોટ જનરલ મરચન્ટ એસોસીએશન દ્વારા આયોજન : શહીદોને શ્રદ્ધાંજલી : ધર્મબંધુજી, ભકિતપ્રસાદજી, વિવેકસાગરજી, મધુસુદનશાસ્ત્રીજી સહિત દરેક સમાજના સંતો - મહંતો - આગેવાનો રાષ્ટ્રીય એકતા વિશે મંતવ્યો રજૂ કરશે

રાજકોટ, તા. ૮ : તાજેતરમાં કાશ્મીરમાં પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં આપણા ૪૪થી વધુ સૈનિકો શહીદ થયા છે. વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે તા.૯ના શનિવાર શહેરના પ્રતિષ્ઠિત ઢેબરભાઈ ચોકમાં સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધી જાહેર સભા અને દેશભકિત ગીતોનું આયોજન રાખેલ છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સભા અધ્યક્ષ સ્થાને પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી, ચંપારણ્ય હવેલીના ગૌસ્વામી મધુસુદનશાસ્ત્રીજી, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી ભકિતપ્રસાદ સ્વામી, મેંદરડા, રાજકોટ સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરના સ્વામી વિવેકસાગરજી, હેલ્મેટવાળા અશોકભાઈ પટેલ, તથા પ્રખર ક્રાંતિકારી લોકસેવક કાનાભાઈ આહીર ઉપસ્થિત રહી પ્રવચન આપશે.

આ સાથે રાજકોટના નામાંકિત કલાકારો દ્વારા સંગીતમય દેશભકિત ગીતોનું આયોજન કરેલ છે. સમગ્ર ઓરકેસ્ટ્રાનું સંચાલન મહેશ જોષી કરશે. આર્ટીસ્ટમાં શૈફુદ્ીન ત્રિવેદી, દુષ્યંત આશર, નિશાબેન બારોટ, દક્ષાબેન પટેલ, અનુબેન ઠાકર વગેરે ગાયકો તથા રીધમમાં મેલોડીમાં, કિબોર્ડમાં ઈમ્તિયાઝભાઈ સૈયદ, સેકસોફોનમાં ખાન સાહેબ, તબલા ઢોલમાં અબ્દુલ મીર, ઢોલકમાં ફજલ ઉસ્તાદ, કોન્ગોમાં સમીર બાબલા, ઓકટોપેડમાં કલ્પેશભાઈ કાચા અને સાઉન્ડમાં સમીરભાઈ વગેરે કલાકારો સેવા આપશે.

આ કાર્યક્રમમાં લોકોને રાષ્ટ્રની વાસ્તવિક પરિસ્થિતિ અને રાષ્ટ્રીય એકતા વિશે પોતાના મંતવ્યો રજૂ કરશે અને લોકોને રાષ્ટ્રભકિતને જાગૃત કરશે.

આયોજનમાં પરાબજાર રાજકોટ જનરલ મરચન્ટ એસો.ના સર્વશ્રી દેવેનભાઈ રૂવાળા, ચંદ્રકાંતભાઈ તન્ના, જીતુભાઈ ચાવાળા, પ્રવિણભાઈ કક્કડ, રસીકભાઈ કોટેચા, હસુભાઈ કેશરીયા, વિનુભાઈ કેશરીયા, પ્રફુલભાઈ વખારીયા, સુધીરભાઈ, નવીનભાઈ કોટક, અસગરભાઈ, સુદીપભાઈ નથવાણી, જુઝરભાઈ અબ્દુલભાઈ, અશોકભાઈ રૂવાળા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:48 pm IST)