Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

WE ARE ONE : લેઉવા પટેલ સમાજની બહેનોને સેમીનાર

દશેક સંસ્થાની બહેનોએ ગ્રુપ બનાવ્યુ : મહિલા આગેવાનોના વકતવ્ય - મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલનું પ્રવચન : હાસ્યરસનો પણ કાર્યક્રમ : રવિવારના સેમીનારમાં પાંચ હજાર બહેનોની હાજરી

રાજકોટ, તા. ૮ : શહેરમાં છેલ્લા ૪૦ વર્ષોથી મહિલા સોશ્યલ ગ્રુપો મહિલાઓને જાગૃત કરવાના પ્રયત્નો કરે છે. તેના પરિપાકરૂપે આજે રાજકોટમાં ઘણા બધા સોશ્યલ ગ્રુપ મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે. વિશ્વ મહિલા દિવસ નિમિતે બધા સોશ્યલ ગ્રુપ દ્વારા ભેગા મળી WE ARE ONE સેમીનારનું તા.૧૦ માર્ચના રવિવારે કુમકુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩ થી ૬ કલાકે દરમિયાન માત્ર મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનારના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓની હિંમત, સુષુપ્ત શકિતને ખીલવવાનો છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે માં- દિકરી, સાસુ - વહુના સંબંધો માટેની વાત છે. એકબીજા વિસ્તારના લોકો મળે અને બાળકોના સંબંધો, અભ્યાસ કે પોતાની આપવીતી જણાવી શકે તે માટેનો હેતુ છે. આ સેમીનાર બહેનોના સંગઠનને મજબૂત કઈ રીતે બનાવી શકાય તેની શરૂઆતરૂપી એક અનોખો પ્રયાસ છે. જે હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે.

મહિલા સશકિતકરણ સિદ્ધ થાય તે માટે અગાઉ જણાવેલ અનેક હેતુઓ સાર્થક કરવા સેમીનારમાં લેઉવા પટેલ મહિલાઓ કે જે એએસઆઈ, પીએસઆઈ, વકીલ, સીએ, એન્જીનિયર, બિઝનેસવુમન, સ્કુલ સંચાલિકાઓ, કોર્પોરેટરો, સરકારી મહિલા અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેનોને આગળ વધવાની પ્રેરણા આપશે. સંજય રાવલ કે જેઓ મોટીવેશનલ સ્પીકર છે તેઓ ઉપસ્થિત રહી મા - દિકરી, સાસુ - વહુના સંબંધોનું મહત્વ, કુટુંબ વ્યવસ્થા ટકાવી રાખવા તથા વધુ મજબૂત કેવી રીતે બને તે માટે તેમની સરળ અને આગવી છટ્ટાદાર શૈલીમાં જુસ્સાદાર વકતવ્ય આપશે. મનસુખભાઈ વસોયા ખીલોરીવાળા હાસ્યકલાકાર છે. તેઓ હાસ્યરસ પીરસી બહેનોને મનોરંજન કરાવશે.જેમાં રાજકોટના લેઉવા પટેલ મહિલા અગ્રણી શર્મિલાબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને તથા જાગૃતિબેન ઘાડિયા, અનિતાબેન દુયાત્રા અને જયોત્સનાબેન ટીલાળાના માર્ગદર્શન તથા સહયોગથી બધા સોશ્યલ ગુપના હોદ્દેદારો જેવા કે (વાણિયાવાડી) પટેલવાડી મહિલા સમિતિના દક્ષાબેન સગપરિયા, મીનાબેન પરસાણા, કેલાશાબેન માયાણી, ઉષાબેન અણદાણી તથા કારોબારી હોદ્દેદારો, (બેડીપરા) પટેલવાડી મહિલા સમિતિની મીનાબેન શિંગાળા, કવિતાબેન વાડોદરિયા, રીટાબેન લુણાગરીયા, દીપ્તીબેન ગોંડલિયા, હંસાબેન અકબરી, પુષ્પાબેન ડોબરીયા, સારથી ગૃપ મહિલા સમિતિના સોનલબેન ચોવટીયા, સ્વાતિબેન ગઢીયા તથા કારોબારી હોદ્દેદારો, સાથી ગુપ મહિલા સમિતિનાં લતાબેન સોરઠિયા, મીનાબેન ગિણીયા તથા કારોબારી હોદ્દેદારો, તેજસ્વિની(એસપીજી) ગૃપ મહિલા સમિતિનાં શીતલબેન પટેલ, માહીબેન પટેલ, ૨ાજ નવદુર્ગા(બાપા સીતારામ ચોક) ગ્રુપ મહિલા સમિતિના કિરણબેન હરસોડા, રંજનબેન ચોવટીયા, મનીષાબેન સોરઠીયા, જયાબેન ભાલાળા, ક્રાંતિ માનવ મહિલા સમિતિના રાજેશ્રીબેન માલવિયા, બેડીપરા કિશાન મહિલા ધુન મંડળના ચંપાબેન લુણાગરીયા તથા આ ઉપરાંત સમાજ સેવી બહેનો જેવા કે શોભનાબેન સાકરીયા લક્ષ્મીબેન પાનસરીયા, જયશ્રીબેન વૈષ્ણવ, જયશ્રીબેન કાછડિયા, પ્રભાબેન ગજેરા, રંજનબેન મેંદપરા, મનીષાબેન રામાણી, ભારતીબેન ગિણોયા, ચંદ્રિકાબેન વણપરિયા, ચંદ્રિકાબેન ચોવટીયા યુવા સમિતિનાં પ્રિયંકા ગોંડલિયા, ધારા રામાણી, ભાવિકા લીંબાસિયા, ધરા ડોબરિયા, નિરાલી સગપરિયા, કોમલ ગોંડલીયા, નિરાલી વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  આ સેમીનારમાં અંદાજે ૫ હજાર બહેનો ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં જાગૃતિબેન ઘાડીયા (મો.૯૦૯૯૮ ૦૫૫૩૩), અનીતાબેન દુધાત્રા, મીનાબેન પરસાણા, દક્ષાબેન સગપરીયા, કૈલાશબેન માયાણી, સોનલબેન ચોવટીયા, રીટાબેન લુણાગરીયા, મીનાબેન શીંગાળા, જયશ્રીબેન વૈષ્ણવ, શોભનાબેન સાકરીયા, કિરણબેન હરસોડા, જયશ્રીબેન કાછડીયા, લક્ષ્મીબેન પાનસુરીયા, રાજેશ્રીબેન માલવીયા, ભાવિકાબેન લીંબાસીયા, ધારા રામાણી, શીતલબેન અજાણી, માહી પટેલ, રંજનબેન ચોવટીયા અને ભાવિકાબેન પટેલ (મો.૮૨૩૮૧ ૭૨૨૮૨) નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)