Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

''ભરત નાટયમ'': રાજકોટમાં ૯ માર્ચ શનિવારે

ભારતીય કલાસિકલ ડાન્સ માણવાનો લહાવોઃ કુ. હેલી ચૌહાણ તથા કુ. માનુષી રાઠોડ તથા વાદ્યવૃંદ સાથે અટલ બિહારી ઓડીટોરિયમ ખાતે રજુ થનાર પ્રોગ્રામ

રાજકોટઃ 

''ભરત નાટયમ'' ચાર શબ્દો

ભ એટલે કે ભાવની અભિવ્યકિત,

ર એટલે કે તાલ અને

ત એટલે કે તાલ અને

નાટયમ...એટલે કે નૃત્ય નો સમુહ

એક સાથે માણવાની તક જેના થકી મળે છે તે ભારતીય કલા ભરત નાટયમ દ્વારા ભારતની સંસ્કૃતિને માણવાનો લહાવો.

આ લહાવો રજુ કરશે અમારી ર લાડલીઓ હેલી અને માનુષી, ઇશ્વરની કૃપા અને આ બંને લાડલીઓના કલાગુરૂ શ્રીમતિ પૂર્વીબેન શેઠ (સૃજન સ્કૂલ)ના આશિર્વાદ સાથે તા. ૯ માર્ચ ર૦૧૯ શનિવારે સાંજના ૪-૩૦ થી ૭-૩૦ સમય દરમ્યાન,  શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ, કુવાડવા રોડ, ડી માર્ટ સામે, પેડક રોડ, સેટેલાઇટ ચોક, રાજકોટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં પધારવા ચિ. હેલીના માતાપિતા શ્રીમતિ નિશાબેન તથા શ્રી કુમારભાઇ ચૌહાણ અને ચિ. માનુષીના માતાપિતા શ્રીમતિ રિન્કુબેન તથા કલ્પેશભાઇ રાઠોડ આપને હાર્દિક આમંત્રણ પાઠવે છે.

ભરત નાટયમ નૃત્ય અંતર્ગત રજૂ થનારા ભાવોમાં મલ્લાવી, શ્રી રામ, જતિશ્વરમ, શબ્દમ તથા વર્ણામ, અને મધ્યાંતર બાદ પદ્મ, કિર્તનમ્, શ્લોકમ, તિલ્લાના, તથા મંગલમ પ્રસ્તુત થશે.

જેને સાથ આપનાર વાદ્યવૃંદ અંતર્ગત નટ્ટુવંગમમાં કલાગુરૂ શ્રીમતિ પૂર્વીબેન શેઠ, વોકલમાં શ્રીમતિ અપર્ણા કિરણ, મૃદંગમમાં શ્રી અનન્ય મેનન, વાયોલિન શ્રી પ્રેમકિરણ મેનન, ફલ્યુટ શ્રી રાજેન્દ્ર નાયર તથા કંમ્પેરીંગમાં સુશ્રી સુભાષી આચાર્ય સાથ આપશે.  

આ તકે બંને નૃત્યાંગનાઓ ચિ. હેલી તથા ચિ. માનુષીના કલાગુરૂ સુશ્રી પૂર્વીબેન શેઠનો પરિચય મેળવીએ. સૃજન સ્કૂલ ઓફ ડાન્સના સંચાલક સુશ્રી પૂર્વીબેન ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા છે. તથા છેલ્લા ર૩ વર્ષથી તેમના આ ઇન્સ્ટીટયુટ દ્વારા ભાવિ પેઢીમાં સંગીતના સંસકાર સિંચનનું કાર્ય કરે છે.

તેઓ ટેલિવીઝન આર્ટીસ્ટ તરીકે પણ માન્યતા પ્રાપ્ત થયેલા છે. તેમણે સંગીત  ક્ષેત્રે શિક્ષા વિશારદ, અલંકાર તથા ભરત નાટયમ કલા તેમના કલાગુરૂ શ્રીમતિ લક્ષ્મીબેન ઠાકોર તથા ઉમાબેન અંતાણીના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કરેલ છે. તથા પ્રાથમિક જ્ઞાન શ્રી શિનોઇ પાસેથી મેળવેલ છે. તેઓ ભારતીય કલાસિક ડાન્સ ભરત નાટયમના પ્રચાર તથા પ્રસાર માટે કાર્યરત છે.

સંગીત રસિકો માટે વિનામૂલ્યે પ્રવેશ સાંજે ૪-૩૦ થી ૭-૩૦

 

(11:59 am IST)