Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વાંકાનેરમાં ખુશ્બૂએ ફાંસો ખાધોઃ ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૮: વાંકાનેરના શકિતપરામાં રહેતી મુળ મધ્યપ્રદેશની ખુશ્બૂ રાકેશભાઇ દાદોરીયા (રજપૂત) (ઉ.૧૭)એ ઘરાં ઓઢણીથી ગળાફાંસો ખાઇ લેતાં નાનો ભાઇ જોઇ જતાં દેકારો મચાવતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને ઓઢણી કાપી નીચે ઉતારી વાંકાનેર હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે.

ખુશ્બૂ બે ભાઇઅને ત્રણ બહેનમાં નાની છે. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. તેણી બેભાન હોઇ આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

ગારીડામાં કાળુ દાઝી ગયો

ચોટીલાના ગારીડામાં રહેતો કાળુ જાદવભાઇ ધરજીયા (ઉ.૩૫) ચુલા પર રસોઇ બનાવતી વખતે કેરોસીન નાંખવા જતાં ભડકો થતાં દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

(11:58 am IST)