Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કુવાડવા પાસે ટ્રક પાછળ રિક્ષા અથડાઇ જતાં કુવાડવાનો કાનજી ભટ્ટી ઘવાયો

રાજકોટ તા. ૮: સવારે કુવાડવા નજીક આગળ જઇ રહેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ રિક્ષા અથડાતાં રિક્ષાચાલક કુવાડવાના રાવળદેવ યુવાન કાનજી દેવજીભાઇ ભટ્ટી (ઉ.૨૨)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે કુવડવા જીઆઇડીસીમાં મહિલા કર્મચરીઓને ઉતારીને પરત આવી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)