Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

આયાતીને આવકારી સીધા સતામાં બેસાડવા સામે ભાજપમાં આંતરિક અસંતોષની આગ

અલ્પેશના પ્રવેશ અને સંભવિત મંત્રીપદ સામે મધુ શ્રીવાસ્તવ જગરૂપસિંહ રાજપૂતનો ખૂલ્લેઆમ વિરોધ

રાજકોટ તા.૮: ભાજપે કુંવરજીભાઇ બાવળિયાને કોંગ્રેસમાંથી ખેંચી મંત્રી બનાવવાનો સફળ પ્રયોગ કર્યા બાદ હવે એ જ રસ્તો કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે અપનાવવાના વાવડ આવતા ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો છે. પાર્ટીના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ ખૂલ્લેઆમ વિરોધ કર્યો છે.

ભાજપ લોકસભા ચૂંટણીની વેતરણ પાર કરવા બીજા પેરેશુટિયા પર નજર દોડાવી રહ્યો છે, એવા સંકેત માત્ર મળતાં કેસરીયા બ્રિગેડમાં આક્રોશનો જવાળામુખી ફાટયો છે. લાલધૂમ થયેલા કાર્યકરો ભાજપમાં બળવાની સ્થિતિમાં આવી ગયા છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવેતો અલ્પેશ ઠાકોરને મંત્રીપદે બેસાડયો તો જોવા જેવી થશે એવી ચિમકી ઉચ્ચારી છે. કાર્યકરોમાં ચર્ચા છે કે ભાજપમાં સત્તારૂઢ નેતાગીરીન બીજાના ઘરના દિવાથી પોતાનો ઓરડો અજવાળવાના કિમિયાથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૨૧થી ૯૯માં સમેટાઇ ગયું છે.

(11:55 am IST)