Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહિલા દિવસની ઉજવણી

ભાવનગરમાં નારીરત્ન એવોર્ડ સમારોહઃ અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમો

રાજકોટ, તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને નારી રત્નોને એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં વિશ્વ મહિલા દિન તા. ૮ માર્ચ શુક્રવારના રોજ નારીરત્ન એવોર્ડ સમારોહ પચંવતરાય નાટયગૃહ ખાતે યોજાશે.

જાગૃતિ એજયુકેશન એન્ડ વેરી-ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ બપોરના ર-૩૦ કલાકે પ્રારંભ થશે. નારીરત્ન એવોર્ડ-ર૦૧૯ ગૌરવ પુરસ્કાર, લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સમારોહ શહેરના મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં અધ્યક્ષસ્થાને સામાજીક કાર્યકર ડો. અરૂણાબેન બંકીમ  પારેખ, સ્મોલ વંડરના ડાયરેકટર હર્ષાબેન રામૈયા, એકતાબેન શાહ, કુસુમબેન પારેખ, નયનાબા ગોહિલ વિગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જાગૃતિબેન શાહ અને ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(11:54 am IST)