Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રવિ-સોમ ફરી અસ્થિરતા : વાદળો છવાશે : અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટાછુટીની સંભાવના

આજથી રવિવાર સુધી દિવસના ગરમીનો અનુભવ : સોમવારથી તાપમાન નોર્મલ તરફ

રાજકોટ, તા. ૮ : આજે કાલે અને રવિવારે હાલ બપોરનું તાપમાન રહે છે. તેના કરતા ૧ થી ૪ ડિગ્રી તાપમાન ઉંચુ જશે. બપોરે ગરમી જેવો અહેસાસ થશે. ઠંડી પણ ઘટશે. તા.૧૧ થી ૧૩માં સવાર અને બપોરનું તાપમાન નીચુ જશે. એટલે કે તાપમાન નોર્મલ અથવા નોર્મલથી નીચુ રહેશે. સવારે રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. પછીના દિવસોમાં ગુલાબી ઠંડી ઘટવામાં અને બપોરનું તાપમાન વધુ ઉંચુ જશે.અમુક દિવસે પવન ફર્યા રાખશે અને પવન વધ-ઘટ પણ રહેવાની શકયતા છે. મુખ્યત્વે પવનો ઉત્તર પશ્ચિમી, પશ્ચિમી રહે તેવી શકયતા છે. આગાહી સમયના કોઈ કોઈ દિવસે સૌરાષ્ટ્ર - કચ્છના અમુક અમુક વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણે ઝાકળ આવવાની શકયતા છે. તા.૧૧ના વિસ્તારનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે. તા.૧૦-૧૧ના ઉપલા લેવલે હળવી અસ્થિરતા જોવા મળશે. એટલે વાદળો પણ છવાશે અને અમુક વિસ્તારમાં સામાન્ય છાંટાછૂટી પણ થાય તેવી શકયતા છે.

(11:54 am IST)