Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મંદિરોમાં એકત્ર થતા ફૂલોને અગરબતી બનાવવા માટે ઉપયોગમાં લેવાશેઃ બંછાનિધિ પાની

રાજકોટ, તા.૭: મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અન્વયે શહેરમાં સ્વચ્છતા બાબતે સર્વેક્ષણ કરતા જાણવા મળેલ છે કે, શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો પર દરરોજ બે ગાડી જેટલા ફૂલો ચડાવવામાં આવે છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવું જણાવવામાં આવેલ કે, આ એકત્ર કરેલ ફૂલોમાંથી સખી મંડળો દ્વારા અગરબત્તી બનાવવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

ધાર્મિક સ્થળો પર ચડાવવામાં આવેલ ફૂલને અંતે તો કચરામાં અથવા તો પાણીમાં જ પધરાવવામાં આવે છે, પરંતુ આવા ફૂલોને રી-યુઝમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જાણવા મળેલ, સખી મંડળો દ્વારા આવા ફૂલ માંથી અગરબતી બનાવવામાં આવે છે, દરરોજ બે ગાડી જેટલા ફૂલમાંથી અગરબતી બનાવવા માટે તમામ ધાર્મિક સ્થળો પર ફૂલો એકત્ર કરવા અને તેમાંથી અગરબતી બનવવા માટે સહકાર આપવા મ્યુનિ. કમિશનરશશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(3:52 pm IST)