Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મનપા દ્વારા વધુ ૫ મિલ્‍કત વેરા બાકીદારોના નળ કનેકશન કટ : ૩૬ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી

રાજકોટ,તા. ૮ : આજરોજ મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૧૭ -મિલ્‍કતોને સીલ કરેલ તથા ૫ નળ કનેકશન કપાત તથા ૩૬ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ તથા રૂા. ૫૬.૩૬ લાખ રિકવરી કરાયેલ. વર્ષ ૨૦૨૨-૨૩ની રિકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૩માં ગાયકવાડી વિસ્‍તારમાં આવેલ ૪-યુનિટને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. બેડીનાકા પાસે આવેલ ‘કેશવવીલા'માં ૩-યુનિટને ટાંચ જપ્‍તી નોટીસની આપેલ. ૨-યુનિટને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ ૫ર આવેલ ૪ -યુનિટને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૬માં સંતકબીર રોડ પર આવેલ ૪ -યુનિટને ટાંચ જપ્‍તીની નોટીસ આપેલ. વોર્ડ નં.૭માં શાષાીમેદાન પર આવેલ ૩ -યુનિટને ટાંચ જપ્‍તીની નોટીસ આપેલ. સુભાષ રોડ પર આવેલ ૬-યુનિટને સીલ ગોંડલ પર આવેલ ૧- યુનિટને ટાંચ જપ્‍તીની નોટીસ આપેલ.શાષાીમેદાન પાસે આવેલ ‘અક્ષર કોમ્‍પ્‍લેક્ષ'માં ૩-યુનિટ સીલ. લીમડા ચોક પાસે આવેલ ૨-યુનિટ સીલ. વિજય પ્‍લોટ વિસ્‍તારમાં ૨-યુનિટ સીલ. વોર્ડ નં. ૧૪માં બાપુનગર વિસ્‍તારમાં આવેલ ૬-યુનિટને ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૧૫માં નવા થોરાળા વિસ્‍તારમાં ૩ યુનિટના નળકનેકશન કપાત કરેલ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટરને દ્વારા આસી. કમિશનર સમીર ઘડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:08 pm IST)