Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પાણી વેરામાં વધારો થશે એ નક્કીકેટલો બોજો ? કાલે ફેંસલો

પ્રજા ઉપરનો ૧૦૧ કરોડનો કરબોજો હળવો કરવા કવાયત : કાલે સ્‍ટેન્‍ડીંગ કમિટિ બજેટ મંજૂર કરશે : આવતા સપ્‍તાહે જનરલ બોર્ડ : બજેટ સબંધી દરખાસ્‍તો સહિત કુલ ૧૨ દરખાસ્‍તોનો લેવાશે નિર્ણય

રાજકોટ તા. ૮ : કાલે મનપાનું સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટને બહાલી માટે રજુ કરવામાં આવનાર છે. ત્‍યારે કાલે મનપાનું વર્ષ ૨૦૨૩-૨૪નું બમણા પાણી વેરા અને નવા પર્યાવરણ વેરા વધારાના આંકડા કરવેરા સહિત કુલ ૧૦૧ કરોડનું કરબોજવાળુ સામાન્‍ય બજેટ ગત અઠવાડિયે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલને સુપ્રત કર્યું હતું.

આવતીકાલે કાલે સ્‍ટેન્‍ડીંગમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૧૨ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવાશે. જેમાં ધી જીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના સને ૨૦૧૦-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ - દસ્‍તાવેજો - વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ ૯૫ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું રિવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર મંજુર કરવા અંગે મ્‍યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં. ૪૩૬ તા. ૩૧/૧/૨૦૨૩ લક્ષમાં લેવાશે.  જ્‍યારે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, કાર્પેટ એરિયા આધારિત વેરા પધ્‍ધતિના નિયમોમાં ફેરફાર કરવા, પાણી દર નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થિયેટર ટેક્ષ કર નિયત કરવા, એન્‍વાયરમેન્‍ટ ચાર્જ નિયત કરવા અંગે નિર્ણય લેવાશે.  ઉપરાંત મહાનગરપાલિકાની મિલકત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકત ધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે ‘વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સીસ્‍ટમ' કરવા તથા મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા તેમજ ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા અંગે સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા નિર્ણય લેવાશે.  સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા આ બજેટનો ગહન અભ્‍યાસ કરી કાલે ગુરૂવારે બહાલી આવશે. બજેટમાં મ્‍યુ. કમિશનર દ્વારા પાણી વેરામાં ત્રણ ગણો વધારો સુચવાયો છે ત્‍યારે સ્‍ટેન્‍ડીંગ કમિટી ઉપર લોકોની મીટ મંડાયેલી છે. હાલ રેસીડન્‍સમાં રૂા. ૮૪૦ પાણી વેરો લેવામાં આવે છે જેને વર્ષે ૨૪૦૦ કરવા તથા કોમર્શિયલના રૂા. ૧૬૮૦ને ૪૮૦૦ વાર્ષિક કરવા સુચવ્‍યું છે. ઉપરાંત મિલકત વેરામાં રેસીડેન્‍સીમાં પર ચો.મી. ૧૧ લેવામાં આવે છે તે હવે રૂા. ૧૩ તથા કોમર્શિયલમાં રૂા. ૨૨ના રૂા. ૨૫ લેવા દરખાસ્‍ત કરાઇ છે.

(3:36 pm IST)