Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં રહેવાસીઓને ફાયર સેફ્‌ટીની તાલીમ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે શહેરની  હાઈટસ, મોરબી રોડ જકાત નાકા પાસે  ટાવર એ બી,  રેસીડેન્‍સીયલ બિલ્‍ડીંગ તથા પીડીયુ સિવિલ હોસ્‍પિટલ (બાળકોની હોસ્‍પિટલ) ખાતે ફાયર સેફટી અંગે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર અને ડે.ચીફ ફાયરઓફિસર બી.જે.ઠેબા નાં સુપરવિઝન હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.  ઉપરોક્‍ત ફાયર સેફટીની તાલીમ દરમ્‍યાન અંદાજે ૭૦થી૮૦ જેટલા રહેવાસીઓ તથા હોસ્‍પિટલમાં સ્‍ટાફ  ૩૫ થી ૪૦ જેટલા ડોક્‍ટર નર્સ અને સ્‍ટાફ ને આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફીસર દિનેશ ચાચીયા , ફાયરમેન બિલ્‍ડીગ માં અને હોસ્‍પિટલમાં સ્‍ટેશન ઓફીસર આંનદ  બારીયા અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

(3:06 pm IST)