Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગોડલ રોડ ચોકડીઍ બની રહેલા બ્રીજ પરથી ક્રેઇન નીચે ખાબકીઃ કારમાં નુકસાનઃ મોટી દૂર્ઘટના અટકી

સદ્દનસિબે બીજા વાહનોની અવર-જવર નહોતીઃ જુનાગઢના કલ્પેશભાઇની કારના પાછળના ભાગમાં નુકસાન

રાજકોટ તા. ૮ઃ શહેરની ગોîડલ રોડ ચોકડીઍ નવો અોવર બ્રીજ બની રહ્ના છે જેમાં મોટા ભાગનું કામ લગભગ પુરૂ થઇ ચુક્યું છે. દરમિયાન આ બ્રીજ પરથી સવારે ઍક તોતીંગ ક્રેઇન નીચે ખાબકતાં દેકારો મચી ગયો હતો. સદ્દનસિબે ક્રેઇન ખાબકી ત્યારે નીચેના રોડ પર વાહનો, લોકોની અવરજવર ન હોઇ મોટી દુર્ઘટના અટકી હતી. આમ છતાં ઍક ઇકો કાર ઝપટમાં આવી ગઇ હતી. જેના પાછળના ભાગ પર ક્રેઇનનો ભાગ પડતાં નુકસાન થયું હતું. જુનાગઢના કાર ચાલકનો સદ્દનસિબે બચાવ થયો હતો.  
જાણવા મળ્યા મુજબ ગોîડલ રોડ ચોકડીઍ અોવર બ્રીજનું કામ ચાલી રહ્નાં છે. આ બ્રીજનું મોટા ભાગનું કામ પુરૂ થઇ ગયું છે. પરંતુ હજુ થોડુ ઘણુ કામ બાકી હોઇ આજે સવારે ઍક ક્રેઇન બ્રીજ ઉપર લઇ જવામાં આવી હતી. સાઇડની દિવાલનું કામ કરવા માટે આ ક્રેઇન ઉપર લઇ જવામાં આવી હતી. તે વખતે ક્રેઇન અોપરેટરે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં કે ગમે તે બનતાં આખી તોતીંગ ક્રેઇન પુલ ઉપરથી નીચે ખાબકી હતી. ધડાકાભેર ક્રેઇન નીચે ખાબકતાં તેમાં ભારે નુકસાન થયું હતું.
ક્રેઇન ખાબકી તે વખતે જ ત્યાંથી ઍક ઇકો કાર પસાર થઇ રહી હતી તેની પાછળના ભાગ પર ક્રેઇનનો અમુક ભાગ ખાબકતાં કારમાં નુકસાન થયું હતું. ચાલકને અોચીંતો ધડાકો સંભળાતા તે કાર ઉભી રાખી બહાર નીકળી જતાં ચમત્કારીક બચાવ થયો હતો. ઇકો ચાલકનું નામ કલ્પેશભાઇ ભરતભાઇ લખધીર હોવાનું અને તે જુનાગઢથી રાજકોટ આવ્યા બાદ પરત જુનાગઢ જઇ રહ્ના હતાં ત્યારે આ બનાવમાં માંડ બચ્યા હતાં.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં થતાં પીસીઆરના રવિરાજસિંહ ઝાલા અને રવિભાઇ ત્રિપાઠીઍ પહોîચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે પુલની ઉપરના ભાગે ક્રેઇન ચડાવી સાઇડની દિવાલ બનાવવાનું કામ ચાલુ હતું. ક્રેઇનથી દિવાલના પાર્ટ ઉપાડતી વખતે હુકનો તાર તૂટી જતાં ક્રેઇન નમી ગઇ હતી અને નીચે ખાબકી ગઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(1:06 pm IST)