Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટમાં પતિએ માર મારતા પત્નીની પોલીસમાં ફરિયાદ

તારો બાપ ભિખારી છે : સસરાનો વહુને ટોણો : સાસુ-સાસરા, પતિ, નણંદ વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગેની રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. : આપણાં સમાજમાં સ્ત્રીઓને પુરૂષ સમોવડી ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધના અત્યાચાર સતત વધી રહ્યા છે. તેમાં રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પરણિત મહિલાઓ સૌથી વધુ અત્યાચારનો ભોગ બની રહી હોય તેમ દિવસે દિવસે નવી નવી ફરિયાદ સામે આવી રહી છે. હાલમાં ફરી એક વધુ પ્રકારની ફરિયાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશમાં નોંધાઈ છે. જેમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સાસુ-સાસરા, પતિ અને નણંદ વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગેની રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના ૧૦ દિવસ પછી સસરાએ કહ્યું કે, તારો બાપ ભિખારી છે, પતિએ પેટમાં ચાર પાટા મારી મોઢા પર ફડાકા ઝીક્યાં હતા.

કામિની(નામ બદલાવેલ છે) મહિલાએ પોતાના પર ત્રાસ ગુજારતા સાસુ વિભાબેન, સસરા જનાર્દનભાઈ, પતિ ભાર્ગવ અને નણંદ રૂચિકા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધઆવતા તમામ સામે ૈંઁઝ્ર કલમ ૯૮(), ૩૨૩, ૫૦૪, ૫૦૬() હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા સાસુ વિભાબેન, સસરા જનાર્દનભાઈ, પતિ ભાર્ગવ અને નણંદ રૂચિકા તરંગભાઈ જોશી દરરોજ સાથે મળીને મારા પર અત્યાચાર ગુજારતા હતા. લગ્નના દસ દિવસ બાદ મારા સાસુ વિભાબેન અને સસરા જનાર્દનભાઇનો ત્રાસ શરૂ થઈ ગયો હતો. મારા સાસુ રસોઈ બાબતે ટોક્યા કરતા તથા મારા સસરા અપશબ્દો બોલી ઝઘડા કરી તારો બાપ ભિખારી છે એવું વારંવાર કહેતા અને ગાળો ભાંડી મને તુંકારે બોલાવતા હતા.

મારા સાસુ-સસરા મારી પિયરમાંથી લઈ આવેલી બધી વસ્તુમાં ખામી કાઢતા હતા. સસરા નાની-નાની વાતમાં કહેતા હતા કે તારા બાપમાં ત્રેવડ નથી અને લગ્ન સમયે તેને એક પલંગ પણ નથી આપ્યો તે બાબતે અવારનવાર મેણા ટોણા મારતા હતા. મારા સાસરિયા પક્ષના લોકો મારા પિયરના સભ્યો ઉપર હંમેશા રૂપિયાનો રોફ જમાવતા હતા. એક દિવસ મારા નણંદની ફ્રેન્ડ તેના બહેનના લગ્નમાં આવી ત્યારે મારા પતિએ નજીવી બાબતે મારી સાથે ઝઘડો કરી મને પેટમાં ત્રણ-ચાર પાટા અને મોઢા ઉપર તમાચા માર્યા હતા.

પરિણીતાએ પોતાની સાથે થયેલા ગેરવર્તન વિશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિના મારની વાત જ્યારે મેં મારા સાસુ-સસરા અને નણંદ કરી ત્યારે તેઓ મારા પતિને સમજાવવાને બદલે મને એવું કહ્યું કે છાનીમાની ઘરનું કામ કર. તારી સાથે આવું વર્તન થશે અને જો વધારે બોલી તો તેને ઘરમાંથી કાઢી મુકીશું. તેમના દરરોજના શારીરિક- માનસિક ત્રાસથી મારૂ બ્લડ પ્રેશર ૧૫૦ ઉપર થઈ ગયું હતું.

મારા પતિને દારૂ પીવાની ટેવ છે, હું જ્યારે ગર્ભવતી હતી ત્યારે પણ મારા પતિએ દારૂના નશામાં મને મારકૂટ કરી હતી. દવા લેવા પણ જવા દેતા હું જ્યારે વાતની ફરિયાદ મારા સાસુને કરતી ત્યારે તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

(9:47 pm IST)