Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મવડીની સ્માર્ટ ઘર શ્રી રામ-લક્ષ્મણ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની ૩૬ દુકાનો ૨ હોલની ૧૯મીએ હરરાજી

૧૨ થી ૧૫ ચો.મી. ક્ષેત્રફળની દુકાનોની બોલી ૧૦.૨૦ લાખથી લઇ ૧૬.૪૦ લાખથી શરૂ થશે : ૯૧ થી ૮૬ ચો.મી. ક્ષેત્રફળના હોલની બોલી ૮૦ થી ૮૫ લાખથી શરૂ થશે

રાજકોટ તા. ૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. ૧૧માં મવડી વિસ્તારમાં સ્માર્ટઘર શ્રીરામ - લક્ષ્મણ ટાઉનશીપનું નિર્માણ કરાયું છે. જેમાં શોપીંગ સેન્ટરની કુલ ૩૬ દુકાનો અને ૨ હોલનું હરરાજી મારફત વેચાણ કરવા માટે આગામી તા. ૧૯ના હરરાજી રાખવામાં આવી છે.

આ હરરાજીમાં શ્રી લક્ષ્મણ આવાસ યોજનામાં ૧૨૪૫ ચો.મી. ક્ષેત્રફળથી લઇ ૧૬ ચો.મી. ક્ષેત્રફળની દુકાનોની હરરાજી થશે.

જેમાં ઓછામાં ઓછી ૧૦.૨૦ લાખથી બોલી શરૂ થશે અને વધુમાં વધુ ૧૬.૪૦ લાખથી બોલી શરૂ થશે.

જ્યારે શ્રીરામ ટાઉનશીપમાં ૧૬.૮૬ ચો.મી.ની દુકાનની બોલી ૨૨.૫૦ લાખથી શરૂ થશે અને ૧૬.૮ ચો.મી.ની દુકાનની હરરાજી ૨૨.૨૦ લાખથી બોલી શરૂ થશે.

આ ઉપરાંત શ્રી રામ ટાઉનશીપમાં ૮૬.૧૭ ચો.મી.ના હોલની હરરાજી ૮૦.૬ લાખની બોલીથી શરૂ થશે અને ૯૧.૧૭ ચો.મી.ના હોલની હરરાજી ૮૫ લાખની બોલીથી શરૂ થશે.

હરરાજીના નિયમો

- આ જાહેર હરરાજીમાં ભાગ લેનારે સ્થળ ઉપર રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા અથવા રાજકોટ મહાનગરપાલિકાના નામના બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઇસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટની રકમ સદરહું રકમ સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે.

- હરરાજીમાં ભાગ લેનાર દરેક ઇસમે બોલીનો બોલ રૂ. ૧૦,૦૦૦ના રાઉન્ડ ફિગરમાં જ બોલવાનો રહેશે.

- જે ઇસમની છેવટની ઉંચી બોલી મંજુર થાય તેવા ઇસમે દુકાનની કુલ કિંમતના ૨૫% રકમ રોકડેથી અથવા રાજકોટ સ્થિત બેંકના ચેકથી સ્થળ ઉપર જ ભરપાઇ કરવાની રહેશે.

- દુકાન વેચાણ રાખનારે બાકી અવેજની ૭૫% રકમ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા આ કામનો ઠરાવ થયા બાદ, લેખિત જાણ કરવામાં આવ્યે દિન-૩૦માં ભરપાઇ કરવાની રહેશે. જો વેચાણ રાખનાર દ્વારા બાકી અવેજની ૭૫% રકમ, ઉકત ૩૦ દિવસથી મોડી ભરવામાં આવશે તો જેટલા દિવસ મોડી ભરેલ હશે તે દિવસોનું ૧૮% મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે. પરંતુ જો વેચાણ રાખનાર બાકી અવેજની ૭૫% રકમ ભરપાઇ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઇ કરેલ ૨૫% રકમ ખાલસા કરવામાં આવશે.

- છેવટની ઉંચી બોલી - માંગણી મંજુર રાખવી કે કેમ? તે અંગે મ્યુનિ. કમિશ્નરનો નિર્ણય આખરી અને અંતિમ ગણાશે જે દરેકને બંધનકર્તા રહેશે.

(3:32 pm IST)