Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

એકઝામ ઈઝ એ સેલીબ્રેશનઃ રાષ્ટ્રીય શાળામાં કાલે પૂ.પારસમુનિનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન

પાર્શ્વનાથ એજયુ. ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા તેથી ઉપરના સ્ટુડન્ટસ માટે પરિક્ષાલક્ષી કાર્યક્રમઃ અભિમંત્રિત ગોમતિચક્ર તથા બોલપેન અને સિધ્ધ સરસ્વતીયંત્રની કીટ અપાશેઃ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન

રાજકોટ,તા.૮: પાર્શ્વનાથ એજયુકેશન  ફાઉન્ડેશન દ્વારા કાલે રવિવારે તા.૯સવારે ૭ થી ૯ દરમિયાન એકઝામ ઈઝ એ સેલિબ્રેશન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ રાષ્ટ્રીયશાળામાં ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ માટે ભવ્ય પરીક્ષાલક્ષી કાર્યક્રમ યોજાનાર છે.

  ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્યરત્ન સદગુરૂદેવ પૂજય શ્રી પારસમુની મહારાજ સાહેર્બં નાં સાનિધ્યમાં પાર્શ્વનાથ એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા કાલે તા.૯ ને રવિવારે સવારે ૭ થી ૯ દરમ્યિાન ''એકઝામ ઈઝ એ સેલીબ્રેશન'' પ્રોગ્રામ રાજકોટ રાષ્ટ્રીયશાળાનાં ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે.

ધોરણ ૧૦ અને તેનાથી ઉપરનાં તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે પરીક્ષાઓને લક્ષમાં લઈને ''એકઝામ ઈઝ એ સેલીબ્રેશન'' પરીક્ષા એ ઉત્સવ છે, ભવ્યાતિભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.

આ પ્રોગ્રામમાં સર્વ જ્ઞાતિનાં સ્ટુડન્ટો માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. દરેક સ્ટુડન્ટ સાથે તેના એક પેરેન્ટસ ને એન્ટ્રી આપવામાં આવશે.

ધોરણ ૧૦,૧૧,૧ર તથા કોલેજ, સી.એ., એન્જીનીયર આદી અંડર ગ્રેજયુએશન કરતા તમામ સ્ટુડન્ટસ આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે.

પરીક્ષા સમયે તણાવ, ટેન્શન, ડીપ્રેશનનો વિધાર્થીઓ ભોગ બની રહયા છે. તે ટેન્શન ફ્રી, ડીપ્રેશન મુકત બની એકઝામ આપી શકે. તેના મેમરી પાવર, કોન્ફીડન્સ પાવર, માઈન્ડ પાવર વધે, અને પરીક્ષા ને સ્ટુડન્ટસ તથા પેરેન્ટસ ઉત્સવની જેમ આનંદથી માણી શકે તે માટે રાજકોટમાં રાષ્ટ્રીય શાળાનાં ગ્રાઉન્ડમાં ''એકઝામ ઈઝ એ સેલીબ્રેશન'' એક અનોખો ભવ્ય કાર્યક્રમ ''પાર્શ્વનાથ એજયુકેશન ફાઉન્ડેશન''નાં ઉપક્રમે તા. ૯ને રવિવારે સવારે ૭ થી ૯ યોજવા જઈ રહયા છે.

આ પ્રોગ્રામમાં સ્ટુડન્ટોને એકઝામમાં ઓછી મહેનતે વધુ સફળતા કેમ મેળવવી ? મેમરી પાવર કેમ વધારવો ? માઈન્ડ પાવર કેમ વધારવો ? કોન્ફીડન્સ અને પોઝીટીવ એનર્જી કેમ વધારવી ? તે બાબતનું માર્ગદર્શન તથા પ્રોગ્રામમાં આવનાર તમામ સ્ટુડન્ટોને અભિમંત્રિત ગોમતીચક્ર, સિધ્ધ સરસ્વતીયંત્ર, અભિમંત્રિત બોલપેન આદી કીટ આપવામાં આવશે.

આ પ્રોગ્રામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમજ સ્થળ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજીસ્ટ્રેશન ફ્રી (નિઃશુલ્ક) છે.સ્ટુડન્ટોએ સ્થળ પર સવારે ૬:૩૦ સુધીમાં પહોંચવું.

આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ દેસાઈ (એડવોકેટ), પિયુષભાઈ મહેતા, કમલેશભાઈ શાહ (એડવોકેટ), જયેશભાઈ વસા, વિભાસભાઈ શેઠ, જેનીસભાઈ અજમેરા, પ્રવિણભાઈ કોઠારી (ગોંડલ સંપ્રદાય પ્રમુખ), અશોકભાઈ કોઠારી (સંઘાણી સંપ્રદાય પ્રમુખ), સી.એમ.શેઠ(રોયલ પાર્ક મોટા સંઘ પ્રમુખ), હરેશભાઈ વોરા(સરદારનગર સંઘ પ્રમુખ), કિરીટભાઈ શેઠ( ગોંડલ રોડ વેસ્ટ ટ્રસ્ટી), પ્રતાપભાઈ વોરા ( મહાવીર નગર સંઘ જોઈન્ટ સેક્રેટરી ) , હિતેશભાઈ મહેતા (શ્રમજીવી સંઘ પ્રમુખ) , ડોલરભાઈ કોઠારી (મનહર પ્લોટ સંઘ પ્રમુખ), ભરતભાઈ દોશી ( નેમીનાથ વીતરાગ સંઘ પ્રમુખ) , પરેશભાઈ સંઘાણી (જૈનચાલ સંઘ પ્રમુખ), અલ્પેશભાઈ મોદી (પારસધામ રાજકોટ પ્રમુખ) , મધુભાઈ ખંધાર(અજરામર સંઘ પ્રમુખ),પારસભાઈ ખારા, જયભાઈ ખારા, નલીનભાઈ ઝવેરી, રજતભાઈ સંઘવી, હર્ષીલભાઈ શાહ (જે.બી.ઓ.), સુશીલભાઈ ગોડા , અજયભાઈ પટેલ(ન્યુ એરા સ્કુલ), અમીષભાઈ દેસાઈ(તપસ્વી સ્કુલ), રશ્મીભાઈ મોદી (મોદી સ્કુલ), જે.એન.મહેતા (અક્ષર સ્કુલ), મનિષ સંઘાણી (દર્શન એન્જીનીયરીંગ), ધવલ મહેતા,  મયૂરભાઈ શાહ, નિતિનભાઈ મહેતા, દિવ્યેશ મહેતા, મનીષ પારેખ, પરાગ પારેખ, મિલન મહેતા, મેહુલ રવાણી આદિ અનેક સંઘો અને યુવા ગ્રુપો, મહિલા મંડળો જહેમત ઉઠાવી રહયા છે.

કાર્યક્રમની વધુ માહિતી માટે મો.૯૮રપ૮૮રપ૭૯, ૯૮રપપ૧૧૦૪૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:21 pm IST)
  • અમદાવાદમાં ઘરમાં સીસીટીવી લગાવવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો : નવરંગપુરા વિસ્તારમાં ઘરની અંદર સીસીટીવી લગાવાને લઇને પતિ પત્ની વચ્ચે ડખ્ખો :પતિ અને પત્નીએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી:સીસીટીવી લગાવાની ના પાડતા પતિએ તેની પત્નીને માર માર્યો :પતિએ બંનેનો ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોવાની વાત કરીને સીસીટીવી લગાવવા આવનાર લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી access_time 12:37 am IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST