Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકમાં જમીન સંપાદન અંગે રાજકોટ ચેમ્બરની રજુઆત

રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી ઝડપી બને તે માટે સતત પ્રયત્નશીલ હોય છે હાલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ડબલ ટ્રેકની કામગીરીમાં અવરોધ રૂપ જમીન સંપાદનમાં સુરેન્દ્રનગર-મોરબી અને રાજકોટ જીલ્લા સહીત થતી કામગીરીને ઝડપથી પુરી કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિત્વ મંડળ પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, પુર્વ પ્રમુખ શિવલાલ બારસીયા, માનદ મંત્રી નૌતમ બારસીયા, માનદ સહમંત્રી કિશોરભાઇ રૂપાપરા, ટ્રેઝરર ઉત્સવ દોશી સહિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળ્યું હતું. જમીન સંપાદન અંગે થતા વિલંબની વિગતવાર ચર્ચા કરીને વ્હેલાસર પુર્ણ કરવા રજુઆત કરેલ. પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ આ કામગીરી પુર્ણ કરવાની ખાત્રી આપી હોવાનું ચેમ્બરે જણાવેલ છે. (૪.૯)

(4:06 pm IST)