Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મચ્છુ કઠિયા સઇ સુતાર (દરજી) જ્ઞાતિ સમુહ લગ્ન

 રાજકોટ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતીનાં સમૂહ લગ્નમાં આઠ દિકરીઓએે ે પ્રભુતામાં પગલા પાડયા હતા. જ્ઞાતીની જ બ્યુટીશીયન બહેનોએ દુલ્હનો નો  સણગાર સજાવી મહીલા મંડળની તમામ બહેનોઅ ે લાલ રંગની  ચુંદડીની  છાય કરી મંચ સુધી લાવવામાં આવી. મંચ પર આવી કન્યાઓનાં હાથે માંગલ્ય દીપ પ્રગટાવી સમૂહ લગ્નનો શુભારભ કરાવેલ. દીપ  પ્રાગટય બાદ હાજર રહેલા તમામ જ્ઞાતીજનોએ પ્રભુ પ્રાર્થના કરી દિકરીઓને માંડવે  પધરામણી  કરી  હતી. રોકડ ભેટ  તથા વસ્તુ ભેટના દાત્તાઓ ઉપરાંત અન્ય શહેર મોરબી, ધ્રોલ, જામનગર,જુનાગઢ વિવિધ સ્થળોથી  જ્ઞાતી આગેવાનો પધારી નવ યુગલોને આર્શીવચન આપેલ. સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા સંસ્થાનાં ટ્રસ્ટીઓના માર્ગદર્શન  હેઠળ  જ્ઞાતીના  નવ નિયુકત યુવા  પ્રમુખ  મુકેશભાઇ મનસુખભાઇ ગોહેલની આગેવાનીમાં  કારોબારી સભ્યો, યુવા મંડળના પ્રમુખ તથા તેમના કારોબારી સભ્યો, મહીલા મંડળના પ્રમુખ તથા તેમના કારોબારી સભ્યો અને  જ્ઞાતિના અન્ય કાર્યકર ભાઇઓ તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી. (૩.૧૬)

(4:05 pm IST)