Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'રંગ મેઘધનુષી' : કાલે જગદીપ વીરાણી રચિત ગીતોની પ્રસ્તુતી

જગદીપ વિરાણી ફાઉન્ડેશન દ્વારા મીની હેમુ ગઢવી હોલમાં આયોજન

રાજકોટ તા. ૮ : જગદીપ વીરાણી જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત કાલે તા.૯ ના શનિવારે 'રંગ મેઘધનુષી' કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જગદીપ વીરાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હિતેનભાઇ ભટ્ટ અને જાણીતા ઉદ્દઘોષક ચારૂશીલા ભટ્ટએ જણાવેલ કે કાલે શનિવારે સાંજે ૬ વાગ્યે હેમુ ગઢવી મીની હોલમાં આયોજીત આ કાર્યક્રમમાં સપ્ત કલાના સાધક જગદીપ વીરાણી રચિત ગીતો રજુ થશે.

ગીત સ્વરાંકન જગદીપ વીરાણી અને રસદર્શન શ્રીમતી ખ્યાતિ મહેતા, શ્રીમતિ ચારૂશીલા ભટ્ટ કરાવશે. પ્રાસંગીક ઉદ્દબોધન જય વસાવડા કરશે. ગીતોને સ્વર પ્રહર વોરા, ગાર્ગી વોરા અને સાથીઓ આપશે. જયારે વાદ્ય સંગીત જલદીપ શાહ, કર્મવીર મહેતા અને સાથીઓ સંભાળશે.

અહીં ઉલ્લેખનીય છે કે સ્વ. જગદીપ વીરાણી એક બહુમુખી સર્જક પ્રતિભા હતા. ડોલરીયો, પુનમરાત, હિમરેખા જેવા ત્રણ કાવ્ય સંગ્રહો આપી ગયા છે. શર્વરી તથા ડુંગર જેવા ગેય કાવ્યો ગુંજતા કર્યા. સ્વરકાર  હોવા સાથે વાદ્યકાર પણ હતા. વાયોલીન અને મેન્ડોલીન જેવા તંતુ વાદ્યમાં તેમને સારી ફાવટ હતી. દિલ્હી ખાતેના ચિત્રકલા શિક્ષક તરીકેની અનુભવ સમૃધ્ધિનો લાભ વતન ભાવનગરને તેમણે અનોખી રીતે આપ્યો.

તસ્વીરમાં વિગતો વર્ણવતા હિતેન ભટ્ટ (મો.૯૮૨૫૧ ૨૧૧૮૫) અને ચારૂશીલા ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૪)

(4:05 pm IST)