Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બળાત્કારના આરોપીને રાજકોટની હદમાં પ્રવેશવા હાઇકોર્ટની મનાઇ

રાજકોટ, તા., ૬: બળાત્કારના આરોપી     દિલીપ ઉર્ફે ડી.કે. શામળદાસ દેસાઇને અરજીના આખરી નિકાલ સુધી રાજકોટ શહેરમાં પ્રવેશ નહી કરવા અંગેનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે લગ્નની લાલચ આપી નવ માસ સુધી બળાત્કાર કરી અને ફરીયાદ કર્યા પછી પણ બળાત્કાર કર્યા અંગેના મહિલા પોલીસ સ્ટેશન રાજકોટમાં નોંધાયેલ ગુન્હાના કામે સેસન્સ કોર્ટ દ્વારા આરોપી દિલીપ ઉર્ફે ડી.કે.શામળદાસ દેસાઇ (રબારી)ને આગોતરા જામીન મંજુર કરતા જે હુકમ સામે ભોગ બનનાર મુળ ફરીયાદી મહિલાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન રદ કરવા  અરજી કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.ર૮-ર-ર૦૧૯ના રોજની નોટીસ કાઢવામાં આવેલ. આ અરજીના રીસ્પોન્ડન્ટ નં. ર એટલે કે દિલીપ ઉર્ફે ડી.કે.શામળભાઇ દેસાઇ (રબારી) ને અરજીના ફાઇનલ ડિસ્પોઝ સુધી રાજકોટ શહેરની બહાર રહેવા હુકમ ફરમાવેલ છે. આ કામે મુળ ફરીયાદીના એડવોકેટ  તરીકે પ્રતિક વાય જસાણી અને સમીર કે છાયા રોકાયેલ હતા.

(4:04 pm IST)