Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શહેરમાં સ્વાઇન ફલુનો હાહાકારઃ તંત્ર ઘોરનિંદ્રામાં : કોંગ્રેસ

સ્વાઇનફલુ વિશેની માહિતી જાહેર કરો : કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને વિજ વાંક દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજૂઆતઃ મંગળવારે વિશ્વેશ્વર મંદિર ખાતે સ્વાઇન ફલુના ઉકાળા પીવડાવાશે

રાજકોટ, તા. ૮ : રાજકોટમાં સ્વાઇન ફલુ સહિતના રોગચાળેએ જે રીતના ભરડો લીધો છે એ જોતા મ્યુ. કોર્પોરેશન આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી છતી થયાનો આક્ષેપ વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને વોર્ડ નં. ૧ર કોર્પોરેટર વિજય વાંકાએ કર્યો છે.

આ અંગે જાગૃતિબેન અને વિજય વાંકે મ્યુ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરમાં અસંખ્યા સ્વાઇન ફલુના કેસો જોવા મળી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા સ્વાઇન ફલુ અંગે કોઇ જાતની ગાઇડ લાઇન કે જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. રાજકોટની છથી સાત ખાનગી નામાંકિત હોસ્પિટલોમાં સ્વાઇન ફલુના અસંખ્ય કેસની માહિતી જાતે મેળવેલ છે, પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં છે. રાજકોટના અસંખ્ય કેસો ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જે રીતે આરોગ્ય વિભાગ રાજકોટની જનતાને સ્વાઇન ફલુથી બચવા બચવા વિશેની માહિતી અને જરૂરી ગાઇડ લાઇન પૂરી ન પાડે ત્યાં સુધી લોકોમાં આ રોગ ફેલાતો રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા ભીડ એકઠી કરી સ્વાઇન ફલુ વધારેમાં વધારે ફેલાય તેવા તુકા જમાવવામાં ં આવી રહ્યાં છે. એક બાજુ આરોગ્ય અંગેનું માં અમૃતમ કાર્ડનો મહા કેમ્પનું આયોજન કરવામાં ખુદ આરોગ્ય તંત્ર ભીડ એકઠી કરવા માટે રાજકોટમાં ઠેર ઠેર બેનર મારી રહ્યા છે, પરંતુ સ્વાઇન ફલુના બેનર મારવામાં તંત્ર ઉદાસીન છે. શાસકો અને આરોગ્ય તંત્રના અધિકારી દ્વારા એકપણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધેલ નથી. ફકતને ફકત મુખ્યમંત્રીના કાર્યક્રમ કઇ રીતે સફળ બનાવવો તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

આજ રીતે આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી રહેશે તો આવનારા દિવસોમાં સમગ્ર રાજકોટમાં સ્વાઇન ફલુ અજગરની જેમ ભરડો લઇ લેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

સ્વાઇન ફલુના  ઉકાળાનો કેમ્પ

અંતમાં જાગૃતિબેન ડાંગર અને વિજય વાંકની સંયુકત યાદીમાં અમો જણાવીએ છીએ તા. ૧ર વિશ્વેશ્વર મંદિર ખાતે સ્વાઇન ફલુ ઉકાળાના કેમ્પનું આયોજન દ્વારા કરવામાં આવેલ છે. લોકો બહોળી સંખ્યામાં આનો લાભ રાજકોટની જનતા લે તેવી અમારી લાગણી છે જે કામ કોર્પોરેશન દ્વારા થવું જોઇએ, પરંતુ એ કામ અમે અમારા ખર્ચે રાજકોટની જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. (૮.૧૪)

 

(4:03 pm IST)