Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રાજકોટ શહેર-જીલ્લામાં ૨૨૦૦ મતદાન મથકોઃ હજુ ૧૪ વધશેઃ હાલ ચકાસણી ચાલુઃ ૧૧મીથી તાલીમોનો ધમધમાટ

શહેરી વિસ્તારમાં મતદાન મથક દીઠ ૧૪૦૦ તો ગામડામાં ૧૨૦૦ મતદારો રાખવા પણ આદેશો

રાજકોટ, તા. ૮ :. લોકસભા ચૂંટણી અંતર્ગત કલેકટરે તડામાર તૈયારીઓ શરૂ કરાવી છે. હાલ જીલ્લાભરમાં ૯૦થી વધુ ઈવીએમ-વીવીપેટ મશીનનું ડે. કલેકટરો-મામલતદારો દ્વારા થઈ રહ્યુ છે. બીજી બાજુ મતદાન મથકોની આખરી ચકાસણી ચાલી રહી છે. જેમાં હાલ ૨૨૦૦ મતદાન મથકો છે અને તેમા હજુ ૧૪ વધે તેવી શકયતા છે. ચૂંટણી પંચે પણ શહેરી વિસ્તારમાં મતદાન મથક દીઠ ૧૪૦૦ તો ગામડામાં ૧૨૦૦ મતદારો રાખવા આદેશ કર્યો છે. હાલ તમામ બુથ-બિલ્ડીંગની ચકાસણી ચાલુ છે. દરમિયાન આજથી બે દિ' ડે. કલેકટરોની તાલીમ હતી તે રદ્દ થઈ છે. હવે તાલીમનો ધમધમાટ ૧૧મીથી શરૂ થશે. ૧૧મીએ સૌરાષ્ટ્ર-કચ્છના ૩૩ ડે. કલેકટરોની કલેકટર કચેરી ખાતે તાલીમ થશે. સ્ટેટ લેવલના ત્રણ અધિકારીઓ તાલીમ આપશે. આ પછી તા. ૧૪ અને ૧૫મીએ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી-કચ્છ, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના ૪૭ આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસરોની રાજકોટમાં તાલીમ યોજાશે. જેમાં મતગણત્રી, મતદાર યાદી, મતદાર યાદી અપગ્રેડેશન, મતદાન મથકો, સ્ટાફ સહિતની બાબતો આવરી લેવાઈ છે.(૨-૨૯)

(4:03 pm IST)