Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત

સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલને અપાતો આખરી ઓપ

શબ્દ-મહોત્સવમાં સૌરાષ્ટ્રવાસીઓને કોઈ પ્રકારની અગવડ ન પડે એ વાતની પુષ્ટિ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અફસરોએ લીધી રેસકોર્ષ ગ્રાઉન્ડની  મુલાકાત  કલેકટર  રાહુલ ગુપ્તા,  કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય અને નીતિનભાઈ ભારદ્વાજની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૮ :. સૌરાષ્ટ્રના સૌથી વિશાળ સાહિત્યોત્સવ, 'સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલ' આડે ફકત એક દિવસ બાકી રહી ગયો છે. આવતીકાલે સાંજે ૬ વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થનાર છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સાહિત્ય-કલાપ્રેમી જનતાની તમામ સગવડતાઓ સચવાઈ રહે તેમજ પાંચ દિવસના કાર્યક્રમો દરમિયાન તેમને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે એ માટે આજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી તથા અફસરોએ વિશેષ મુલાકાત લીધી હતી. રાજકોટ શહેર કમિશ્નર બંછાનિધી પાની, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય અને નીતિનભાઈ ભારદ્વાજે વ્યકિતગત રીતે સમગ્ર આયોજન અને ડોમની ચકાસણી કરી પાંચ દિવસના તમામ કાર્યક્રમોની સૂચિ અને વ્યવસ્થા પર સવિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં તમામ કમિટી મેમ્બર્સ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી. કમિટી અધ્યક્ષ સી.કે. નંદાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, એચ.આર. પટેલ, એન.એમ. આરદેશણા, અમિત ચોલેરા, કે.બી. ઉનાવા, ડો. વિજય દેશાણી, પ્રકાશ દુધરેજિયા, નિલેશ સોની, હિરેન ઘેલાણી, આર.જી. પરમાર તેમજ અન્ય સભ્યો બી.યુ. જોશી, નવિનભાઈ, ડી.વી. મહેતા, સર્વેશ્વર ચૌહાણ, ડો. કલ્પિતભાઈ સંઘવી, જતિન સંઘાણી, શૈલેષ જાની, રાજેશભાઈ કાલરિયા, આશિષ જોશી, કે.ડી. હાપલીયા, બી.એલ. કાથરોટિયા, એ.બી. ચોલેરા, પી.પી. રાઠોડ, ભગીરથસિંહ માંજરિયા, પાર્થરાજસિંહ કામલીયા, જયભાઈ ટેવાણી, મયુરસિંહ હેરમા, એન.આર. પરમાર, આર.એન. ચુડાસમા, ડી.બી. પંડયા, રોહિત મોલીયા, સમિર ધડુક, બી.જે. ઠેબા, એ.એમ. મિત્રા, અશ્વિન રાઠોડ, પરખ ભટ્ટ અને જયેશભાઈ પણ ખાસ હાજર રહ્યાં.

તા. ૯ ફેબ્રુ.થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર અંગેની તમામ માહિતી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પોતાના મનગમતા વકતા-સાહિત્યકાર-લેખકને સાંભળવા માટે વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે.(૨-૩૦)

(4:01 pm IST)