Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ્રથમ મહિલા કુલપતિ ડો.નિલામ્બરી દવેનો કાર્યકારી કાળ બન્યો શિક્ષણ જગતમાં સુવર્ણકાર

રાજકોટ : પરીક્ષા સુધારણા અંતર્ગત દરેક કોલેજોમાં સી.સી.ટી.વી. કેમેરા ફરજીયાત કરવામાં આવેલ તેમજ પરીક્ષાના પેપરોના એસેમેન્ટમાં પણ ચોકકસાઈ પૂર્વક તેમજ સમયમર્યાદામાં પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે માટે વ્યવસ્થા ગોઠવી અને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે મોડરેટર સીસ્ટમ સૌપ્રથમવાર દાખલ કરવામાં આવી.

આ અંતર્ગત પરીક્ષાઓમાં ગંભીર રીતે ખલેલ પહોંચાડનાર દોષિત વિધાર્થીઓને ૧+૮ પરીક્ષાની સખત સજા કરવામાં આવેલ.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા વિજયભાઈ રૂપાણી દ્વારા યોજવામાં આવેલ ચિંતન શિબીરામાંથી પ્રેરણા લઈને દરેક બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે આઈ.કયુ.એ.સી. દ્વારા ટ્રેનીંગ વર્કશોપ યોજવામાં આવ્યા. કેમ્પસ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સૌપ્રથમવાર મોટા પાયે દરેક ગ્રાઉન્ડનો ઉપયોગ થાય, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે હોકી, કબડડી, એશ્લેટીકસ, બાસ્કેટ બોલ, ફુટબોલ, બેડમીન્ટન વગેરેના ટ્રેઈનીંગ પ્રોગ્રામ્સનું આયોજન તથા ઈન્ટર યુનિવર્સિટી કક્ષાએ આંતર કોલેજ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ નંબરના વિધાર્થીઓને વિવિધ રમતોમાં પાર્ટીશીપેશન કરાવવામાં આવ્યું.

યુનિવર્સિટીમાં સ્ટાફ વચ્ચે લાગણી, ભાઈચારો તથા સમરસતા જળવાય રહે તે માટે યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ તરીકે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજી યુનિવર્સિટીના બધાં જ ભાઈઓને કુલપતિશ્રીના હસ્તે રક્ષા બાંધવામાં આવી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ૩ મા પદવીદાન સમારોહ ગુજરાત રાજયના રાજયપાલશ્રી અને કુલાધિપતિશ્રી ઓમપ્રકાશ કોહલીજી તથા રાજયકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં ૪૯૮૮૮ વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવાનો ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભાઈ લીધેલ અને બે અમેરીકન યુનિવર્સિટીઓ સાથે શિક્ષણ અને રીસર્ચ, ટુડન્ટ અને ટીચર્સ એક્ષચેન્જ પ્રોગ્રામ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલ નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરેલ છે.કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવે તેના કાર્યકાળમાં કરેલ કાર્યની નોંધ સંઘ પરિવાર - ભાજપ અને રાજય સરકારે લીધી છે. (૩૭.૧૬)

 

(4:01 pm IST)