Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શાસ્ત્રીમેદાનમાં મુસ્લીમ યુવાન પર હુમલો કરનારા ત્રણ ઝડપાયા

એ ડીવીઝન પોલીસે સલીમ, મહેમુદ અને દીનેશને ખટારા સ્ટેન્ડ પાસેથી દબોચ્યા

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ડીસીપી ઝોન-૧ના રવી મોહન સૈનીની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ રામગરભાઇ ગોસાઇ હારૂનભાઇ ચાનયા વિરેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ નરેશકુમાર તથા હાર્દિકસિંહ પરમાર સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હારૂનભાઇ, ઇન્દ્રસિંહ અને હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ખટારા સ્ટેન્ડ પાસેથી સલીમ આમદભાઇ જુકાાચ (ઉ.વ.૩૦) (રહે. જામનગર રોડ હુડકો કવાર્ટર) મહેમુદ-૧ સીલીમભાઇ મોટાણી (ઉ.વ.૪ર) (રહે. ભીસ્તીવાડ) અને દિનેશ ભુપતભાઇ મીયાત્રા (ઉ.વ.રપ) (રહે. ભગવતીપરા શેરી નં. ર૦)ને પકડી લઇ પાવડાનો હાથો, ધોકો અને એક લોખંડનો પાઇપ કબ્જો કર્યો હતો. ત્રણેય શખ્સોએ થોડા દિવસો પહેલા શાસ્ત્રી મેદાનમાં સુલતાન કાસમભાઇ ભલાણી પર હુમલો કર્યો હતો. આ ગુનામાં ત્રણેય નાસતા ફરતા હતા.(૪.૧૫)

(3:55 pm IST)