Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મેગા કેમ્પના નામે જનમેદની ભેગી કરી શાસકો પ્રચાર કરે છેઃ મનીષાબા

આધાર-પુરાવા ન હોય તે લોકો ખોટા ધક્કા ન ખાયઃ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખની અપીલ

રાજકોટ, તા. ૮ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા અમૃતમ અને આયુષ્યમાન કાર્ડ વિતરણના મેગા કેમ્પન નામે જનમેદની એકત્રીત કરી શાસક પક્ષ ભાજપ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો થઈ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસના મહિલા પ્રમુખ મનીષાબા વાળાએ કર્યો છે.

આ અંગે તેઓએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, તા. ૧૦ ને રવિવારેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજકોટની જનતાને મા અમૃતા કાર્ડ, આયુષ્યમાન કાર્ડના નામે સસ્તી પ્રસિધ્ધી લૂંટવા લોકોની ભીડ ભેગી કરવામાં માટે મેગા કેમ્પ આયોજન કરવામાં આવેલ છે.

જે માત્ર ભાજપ દ્વારા બેનરો જાહેર માર્ગ ઉપર ગોઠવીને પોતાના પ્રચાર માટે લોભામણી જાહેરાતોનું કામ રહેલ છે.

ત્યારે રાજકોટની જનતાને માલુમ થાય તમારા અને તમારા પરિવારનું નામ આ યોજનામાં હોય તો જ આવા મેગા કેમ્પમાં જવુ આ કેમ્પમાં થોડા લોકોને કાર્ડ કાઢીને બિજા લોકોને કલાકો સુધી બેસાડીને ધકકા ખવડાવશે તો આ યોજનામાં જે લોકો પાસે જરૂરી પુરાવા ન હોય તે ખોટા-ધકકા ન ખાય તેવી અપીલ નિવેદનમાં અંતે મનીષાબાએ કરી છે.(૨-૩૩)

(3:54 pm IST)