Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પાંજરાપોળમાં ગૌમાતા વિશ્રાંતિ ગૃહનું ઉદ્ઘાટન : પૂ. ધીરજમુનિ નિશ્રામાં

રાજકોટ : મહાજનશ્રીની પાંજરાપોળમાં પૂ. ધીરજમુની મ.સા.ની નિશ્રામાં પાંજરાપોળમાં ગૌમાતા વિશ્રાંતિ ગૃહનું ઉદ્ઘાટન કાર્યક્રમનો પ્રસંગ યોજાઇ ગયો. સમૂહ દાતાઓ જેમાં દીપેન અને સીલ્કી કામદાર, વી.ટી. તુરખીયા, વિજયાબેન એમ. શેઠ, શ્રી જૈન મોટા સંઘ, મહાવીરનગર, ઇન્દ્રપ્રસ્થનગર, ગીતગુર્જરી, જીતુભાઇ બેનાણી વગેરે સહભાગી બન્યા છે. આ શેડનું કાર્ય માત્ર અને માત્ર સવા મહીનામાં પૂર્ણ થવા પામેલ હતું. તદ્ઉપરાંત રીટાબેન અભયકુમાર શાહ પ્રેરિત બીજા વિશ્રાંતિ ગૃહનું ઉદ્ઘાટન પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સુશીલાબેન ચુનીલાલ દોશી પરિવારના પુનિતા ધીરજ શાહ, નયના સુનીલ પારેખ અને સ્વ.કૌમુદિની ચુનીલાલ દોશી હ. પારૂલ દીપક દોશી તરફથી ર ગૌમાતા વિશ્રાંતિ ગૃહ માટે રર લાખ જાહેર કરાયા હતા. જીવદયા કળશનો લાભ પુનિતા ધીરજ શાહ (લંડન વાળા)એ રૂ. ર લાખમાં લીધેલ. આ પ્રસંગે પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબે આશિર્વચન આપ્યા હતા તથા જીવદયાના આ ભાગીરથ સેવાયજ્ઞને બીરદાવ્યો હતો.  આ તકે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળએ સૌરાષ્ટ્રની નંબર એક ૧રર વર્ષ જુની જેની અંદર અંદાજીત પ૦૦૦ જેટલા નિરાધાર-અપંગ-બીમાર-પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. ફુલ ટાઇમ પશુ ડોકટરો, ઘેંટા-બકરા-ગાય-ભેંશના બચ્ચાઓને દૂધની બોટલથી દૂધ પીવડાવી ઉછેર સંભાળ રખાય છે. કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ ચંદ્રકાંતભાઇ શેઠ, શશીકાંતભાઇ વોરા, શીરીષભાઇ બાટવીયા, કિશોરભાઇ કોરડીયા, કોશિકભાઇ વિરાણી, હીતેષભાઇ બાટવીયા, સુધીરભાઇ બાટવીયા, અશ્વિનભાઇ કોઠારી, સુનીલભાઇ દામાણી, રમેશભાઇ દોમડીયા વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળના સર્વેશ્રી સુમનભાઇ કામદાર, શ્રેયસભાઇ વિરાણી, મુકેશભાઇ બાટવીયા, ઉપેનભાઇ મોદી, કરણભાઇ શાહ, યોગેશભાઇ શાહ, દીલીપભાઇ વસા, કાર્તીકભાઇ દોશી, સંજયભાઇ મહેતા, બકુલભાઇ રૂપાણી, મહેન્દ્રભાઇ મહેતા, મેનેજર અરૂણભાઇ દોશી (મો. ૯૪૦૯૩ ૮૧૮૪૩), દિનેશભાઇ વોરા અને પાંજરાપોળના સર્વે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. (૮.૧૬)

(3:54 pm IST)