Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભડલી પાસેના ચેકડેમમાંથી લીંક કેનાલ બનાવાશેઃ કાલે મોઢુકામાં ખાતમુહુર્ત

રાજકોટ, તા., ૮: નર્મદા જળસંપતી પાણી પુરવઠા  અને કલ્પસર વિભાગ હેઠળની સનાળા-વનાળા લીંક કેનાલ તા. વિંછીયાના કામનો શિલાન્યાસ તા. કાલે  શનીવારે સવારે ૯ કલાકે સ્થળ મોઢુકા-ભડલી રોડ ખાતે શ્રી

કુંવરજીભાઇ બાવળીયા (કેબીનેટ મંત્રી પાણી પુરવઠા) તથા શ્રી પરબતભાઇ પટેલ મંત્રીશ્રી રાજયકક્ષા જળસંપતી (સ્વતંત્ર હવાલો) પાણી પુરવઠાના પ્રમુખ સ્થાને સંપન્ન થનાર છે.

આ યોજનામાં રાજકોટ જીલ્લાના વિછીયા તાલુકાના ભડલી ગામ પાસેના હૈયાત ચેકડેમમાંથી લીંક કેનાલ કાઢવામાં આવશે. લીંક કેનાલ ૪૮૦ મી ઓપન કેનાલ અને ૬૦૦ મી. લંબાઇમાં (કુલ લંબાઇ ૧૦૮૦મી.) ૧૨૦૦ મીમી વ્યગાસના બે હરોળ પાઇપ નાખવાનું આયોજન કરવામાં આવેલ છે. આ લીંક કેનાલની વહન ક્ષમતા ર.૮૩ કયુમેકસ જેટલી છે. લીંક કેનાલમાં પાણીના નિયંત્રણ માટે ૧.૧પ મી * ૧.રપ મીના બે દરવાજા મુકવામાં આવશે. યોજના પેટે કુલ ખર્ચ  ર૬૯.૭ર લાખ જેટલો થવા પામશે અને કામ આગામી ૧૧ મહિનામાં પુર્ણ કરવાનું આયોજન છે. (૪.૧૨)

ભુજ, તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનકથા પર આધારીત 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મનું શુટીંગ ભુજમાં શરૂ થયું છે. ભુજના દરબારગઢ પ્રાગમહેલ ખાતે નવનિર્માણ આંદોલનના કેટલાક દૃશ્યો ફિલ્માવાઇ રહ્યા છે. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેક ઓબેરોયની ઝલક મેળવવા ચાહકો દરબારગઢ ઉમટી પડયા છે. મેરી કોમ અને સરબજીત જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનારા ઉમંગકુમાર આ ફિલ્મના ડિરેકટર છે. કચ્છના સફેદ રણમાં પણ કેટલાક દૃશ્યો શૂટ કરાય તેવી સંભાવના છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય ઉપરાંત બોમન ઇરાની અને દર્શન કુમાર પણ અભિયન કરી રહ્યા છે. ગત મહિને વિવેક ઓબેરોયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું હતું. કચ્છ ઉપરાંત અમદાવાદ, વડનગર, મહેસાણા સૂર્યમંદિર વગેરે જેવા અન્ય લોકેશન પર શૂટીંગ કરાય તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી ટાણે આ ફિલ્મ રીલીઝ થાય તેવી ગણતરી છે. (૮.૧પ)

(3:44 pm IST)