Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'O.G. HEAVY DUTY' દ્વારા નવી પ્રોડકટનું લોન્ચીંગ

બોટલ વોટર ડીશ્પેન્શનર, એર કન્ડીશ્નર અને એલઇડી ટીવીની નવી રેન્જ બજારમાં : રાજકોટમાં ડીલર મીટ સાથે પત્રકાર પરીષદ : લેટેસ્ટ ટેકનોલોજીનો દાવો : સૌરાષ્ટ્રમાં ૨૫૦ થી વધુ ડીલર : દહેરાદુન ખાતે પોતાનુ જ ઉત્પાદન : ટુંક સમયમાં મ્યુઝીક સીસ્ટમ ક્ષેત્રે પણ પદાર્પણ

રાજકોટ તા. ૭ : એરકન્ડીશન ક્ષેત્રે વર્ષોથી કાર્યરત 'ઓ.જી. હેવી ડયુટી' દ્વારા આજે રાજકોટમાં ડીલર મીટ સાથે કેટલીક નવી પ્રોડકટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ.

આ અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહીતી આપતા જણાવાયેલ કે 'O.G. HEAVY DUTY' દ્વારા દેશભરમાં એરકન્ડીશન પુરા પાડવામાં આવી રહ્યા છે. દહેરાદુન ખાતે પોતાનું જ ઉત્પાદન ક્ષેત્ર ધરાવતી આ કંપની વિવિધ રાજયોમાં પ્રસરેલી છે. સૌરાષ્ટ્રમાં ૨૫૦ થી વધુ ડીલર ધરાવે છે. રાજકોમાં પણ ભકિતનગર ખાતે 'સાહેબ ઇલેકટ્રોનીકસ' નામથી સેન્ટર ધરાવે છે.

ગુજરાતમાં ૯ વર્ષથી કાર્યરત ઓ.જી. હેવી ડયુટી દ્વારા રાજકોટ ખાતે આજે બોટલ વોટર ડીસ્પેન્શનર અને એરકન્ડીશનરની નવી રેન્જ ઉપરાંત એલ.ઇ.ડી. ટી.વી.નું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. ૨૦ ઇંચથી માંડીને ૭૫ ઇંચના એલ.ઇ.ડી. ટી.વી.એ ભારે આકર્ષણ જમાવ્યુ છે.

કંપની લેટેસ્ટ ટેકનોલોજીનો આગ્રહ રાખતી હોય ગ્રાહકોનો પ્રેમ જીતી શકી છે. હાલ નવા બજારમાં મુકાયેલ આ એરકન્ડીશનરની વિશેષતા એ છે કે મીડલ પ્રાઇઝમાં બેસ્ટ કવોલીટી આપે છે. વળી આર.એન.ડી. પોતાનું સેન્ટર ધરાવે છે. એ રીતે મેક ઇન ઇન્ડિયાને અનુસરે છે. ગ્રાહકોને સંતોષ થાય તેવો ધ્યેય રાખવામાં આવે છે.

આજે રાજકોટ ખાતે ડીલરો સાથે ગોષ્ઠી યોજવામાં આવી હતી. સાથો સાથ આ નવી પ્રોડકટસને પણ બજારમાં મુકવામાં આવેલ.

પત્રકાર પરીષદમાં કંપનીના એમ.ડી. સંજય ગોયલ, ગુજરાત બીઝનેશ હેડ અંકિત જૈન, બ્રાંચ મેનેજર મૌલીક ભટ્ટ (મો.૯૮૨૫૬ ૦૦૩૧૦), રાજકોટના જ સેન્ટર સાહેબ ઇલેકટ્રોનીકસવાળા સમશેરસીંગ ભગતસીંગ (મો.૯૮૭૯૫ ૭૬૧૯૮), જગદીશસીંગ માખેચા, મનમોહનસીંગ ભગતસીંગ ઉપસ્થિત નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)