Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધાઃ ૨૦૫ છાત્રોએ ભાગ લીધોઃ ૧ થી ૧૦ આવનાર વિજેતાને ઇનામો અપાશે

જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, આરટીઓ અધિકારીઓ તથા ટ્રાફિક બ્રાંચના અધિકારીઓએ સ્પર્ધકોને બીરદાવ્યા

રાજકોટઃ માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે સવારે બાલભવન ખાતે સવારે ૧૦ થી ૧૨ાા સુધી ટ્રાફિક અવેરનેશ થીમ હેઠળ ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જુદી-જુદી શાળાના ૨૦૫ છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટ્રાફિક અંગે સમજ આપતા એક એકથી ચઢીયાતા ચિત્રો બનાવ્યા હતાં. જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ ખાસ હાજરી આપી સ્પધર્કોને બીરદાવ્યા હતાં. ટ્રાફિક પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ અંસારી, એએસઆઇ બી.કે. જાડેજા તેમજ આરટીઓ અધિકારી શ્રી પટેલ તથા ચિત્રનગરીના સદસ્ય પણ હાજર રહ્યા હતાં. ચિત્રનગરીના જીતુભાઇ કોટેચા દ્વારા આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને આગામી દિવસોમાં ઇનામ અપાશે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૧)

(3:44 pm IST)