Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

અમરગઢ ભીચરી ગામે દલિતોને ખેતીની જમીન આપો નહી તો કાલે આત્મવિલોપન!!

તાલુકા મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ગોહેલ અમરશી તથા દેવરાજભાઇ

રાજકોટ તા.૮: તાલુકાના અમરગઢ ભીચરી ગામે રહેતા સામાજીક દલિત આગેવાન ગોહેલ અમરશીભાઇ આંબાભાઇએ તાલુકા મામલતદારને આવેદન પાઠવી. અમરગઢ (ભીચરી) ગામે દલિતોને ખેતીની જમીન નહી મળે તો પોતે આવતીકાલે પોતે ગોહેલ અમરશીભાઇ આંબાભાઇ અને ગોહેલ દેવરાજભાઇ વાલજીભાઇ તાલુકા મામલતદાર કચેરીએ જાહેરમાં આત્મવિલોપન કરશે, અને આત્મવિલોપન કરીને ગામના દલિતોને ન્યાય અપાવીશું.

તેમણે આવેદનમાં જણાવેલ કે, જિલ્લાના અન્ય ગામોમાં દલિતોને સાંથણીની જમીન અપાય છે, તો અમરગઢ ભીચરીને કેમ નહીં, ૧૯૬૫-૭૦થી આ પ્રશ્ન ઉભો છે, તેમજ આ ગામમાં અન્ય માથાભારે શખ્સોએ બીનઅધિકૃત દબાણ કરેલ છે, ગામના સરકારી ખરાબા સર્વે નં. ૨૨૮માં દલિતોને માટે ખેતીની જમીનો આવેલ છે પરંતુ ત્યાં હાલ દબાણ છે, આથી જો કાલે તા. ૯-૨-૨૦૧૯ સુધીમાં દબાણ નહીં હટાવાઇ તો આત્મવિલોપન કરાશે તેમ ચીમકી ઉચ્ચારી છે.(૧.૨૭)

(3:40 pm IST)