Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સંતો- મહંતો આશીર્વચન પાઠવશેઃ રકતદાન કેમ્પનું પણ આયોજન

રવિવારે સમસ્ત ચારણ ગઢવી સમાજના સમુહલગ્નઃ ૩૪ નવદંપતિના પ્રભુતામાં પગલા

રાજકોટ,તા.૮: ચારણ (ગઢવી) જ્ઞાતિ સમુહલગ્ન સમિતિ રાજકોટ (જુની)ની યાદી મુજબ સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતીમાં સમુહલગ્ન આગામી વસંત પંચમીએ તા.૧૦ને રવિવારના રોજ પી.ડી.માલવીયા કોલેજ ગ્રાઉન્ડ (ગોંડલ રોડ) મુકામે યોજાશે. જેમાં કુલ ૩૪ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ શુભ અવસરે રવિવારે સવારે ૫ વાગે જાન આગમન થી બપોરના ૨ સુધી કાર્યક્રમ યોજાશે. દાતાઓનો ખાસ સન્માન સમારંભ સવારે ૯ થી ૧૧ સુધી યોજાશે. આ પ્રસંગે પ.પૂ.બનુમાં (મઢડા ધામ), પ.પૂ.કંકુકેશરમાં (ભાણોલ) તેમજ શ્રી પાલુ ભગત (કાળીપાટ આશ્રમ) વર-કન્યાઓને આશીર્વાદ આપશે મુંબઈના શ્રી નાગરદાસભાઈ બુધશી પરિવારના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાશે.

આ સમુહલગ્ન પ્રસંગે કન્યાઓને સમાજના વિવિધ દાતાઓ તેમજ સમુહલગ્ન સમિતિ તરફથી લગભગ ૧૦૧ જેટલી વિવિધ કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે યુવાનો દ્વારા વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનુ સવારે ૯ થી ૧ સુધી આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતિજનોને આ અવસરનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. વધુ વિગતો માટે મો.૯૮૯૮૧ ૬૪૭૯૯ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં સર્વેશ્રી ભગવતભાઈ સોયા, મનોજભાઈ પાલિયા, નરેશભાઈ ગોખરૂ, ભરતભાઈ પાલિયા, અમિતભાઈ પાલિયા, ધવલભાઈ જાળફવા અને અમિતભાઈ ગઢવી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૮)

(3:37 pm IST)