Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બગીચાઓમાં પડ્યા પાથર્યા રહી રોમિયોગીરી કરનારા સામે પોલીસની લાલ આંખઃ માફી પત્રો લખાવાયા

 પોલીસે ગત સાંજે અચાનક જ શહેરના જુદા-જુદા બગીચાઓમાં રોમિયો સામે પગલા લેવા ડ્રાઇવ યોજી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ જુદી-જુદી પોલીસની ટીમોએ રેસકોર્ષ રીંગ રોડ, લવગાર્ડન,અમરજીતનગર પાસેના ગાર્ડનમાં, સત્યા સાઇ હોસ્પિટલ પાસેના બગીચામાં, મહિલા કોલેજ ગાર્ડન, સત્યસાઇ હોસ્પિટલ પાસેના ગાર્ડન, ઇશ્વરીયા પાર્ક, શહિદ ભગતસિંહજી ગાર્ડન, લવ ટેમ્પલ, યુનિવર્સિટી કેમ્પસ સહિતના ગાર્ડનમાં ધોંસ બોલાવતાં કારણ વગર પડ્યા પાથર્યા રહેતાં શખ્સોમાં નાશભાગ મચી ગઇ હતી. પોલીસે અમુક શખ્સો પાસે માફીપત્રો પણ લખાવ્યા હતાં. (૧૪.૯)

(2:42 pm IST)