Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બજરંગ મિત્ર મંડળ દ્વારા સેવા કાર્ય

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને અનાજની કીટનું વિતરણ થયેલ જેનો પ્રારંભ ડો. કેતનભાઇ ભીમાણીના હસ્તે થયો હતો. જેમાં પ્રમુખ સ્થાને દિલીપભાઇ સોમૈયા, જે. ડી. ઉપાધ્યાય, જીમીભાઇ અડવાણી, હસુભાઇ ચંદારાણા, પ્રવીણભાઇભટ્ટ, નિશ્ચલભાઇ જોશી તથા મેહુલભાઇ ધોળકિયા, પરાગભાઇ પારેખ, દિલીપ ચંદારાણા, હાર્દિક ધાબલીયા, રાજુભાઇજુજા હાજર રહેલ. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઇ તન્ના, મંત્રી કે. ડી. કારીઆ, પ્રવીણભાઇ ગેરીયા, રોહિતભાઇ કારિઆ, દિનકરભાઇ રાજદેવ, મનુભાઇ ટાંક, ધેર્ય રાજદેવ, ગોવર્ધન લાલસેતા, અરજણભાઇ પટેલ, મનીષભાઇ વસાણી, દિનેશભાઇ આડેસરા, રત્નાબેન મહેશ્વરી, પારૂલબેન દાવડા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૧.૪)

(2:40 pm IST)