Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જુના યાર્ડ પાસે આજીડેમ પોલીસનો દરોડોઃ જૂગાર રમતાં ત્રણ પકડાયા

મુના, રાજુ, રઘુ પાસેથી ૨૦૮૦૦ની રોકડ કબ્જે

રાજકોટ તા. ૮: જુના માર્કેટ યાર્ડ પાસે સર્વિસ રોડના ખુણે ટ્રાન્સપોર્ટનગરના મેદાનમાં જાહેરમાં જૂગાર રમી રહેલા મુના સવાભાઇ જોગવા (ઉ.૩૦-રહે. બાલક્રિષ્ણ સોસાયટી-૧૭, સંત કબીર રોડ), રાજુ બીજલભાઇ સરસીયા (ઉ.૪૫-રહે. રત્નદિપ સોસાયટી-૬) અને રઘુ નાજાભાઇ ઝાપડા (ઉ.૪૯-રહે. મંછાનગર-૫)ને આજીડેમ પોલીસે પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૨૦૮૦૦ની રોકડ કબ્જે લીધી હતી. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પી. જી. જાડેજાની સુચના અને પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા અને કુલદીપસિંહ જાડેજાએ આ દરોડો પાડ્યો હતો. (૧૪.૯)

 

(2:34 pm IST)