Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

દોઢસો ફૂટ રોડ પાણી પુરવઠાના ડેલામાં ઠંડીના કારણે અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ, તા.૮:  દોઢસો ફુટ રોડ પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે પાણી પુરવઠાના ડેલામાં ઠંડીના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજયુ હતું.મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર પાણી પુરવઠાના ડેલા અંદર એક અજાણ્યો ઉ.વ.આશરે ૩પથી ૪૦ વર્ષનો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ જીવણભાઇએ જાણ કરતા ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયા તથા પાઇલોટ પ્રદીપસિંહે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મોત નીપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે.જે.વાઘોશી તથા રાઇટર લક્ષ્મણભાઇ એ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાને કાળા કલરનું જાકીટ, લાલ કલરની લાયનીંગવાળો શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે. આ યુવાનનું ઠંડીના કારણે મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યુ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૮૧-૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(૨૩.૬)

(2:34 pm IST)