Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પત્નિ સાથે જમવા બાબતે ઝઘડો થતાં વિરેન્દ્ર રાઠોડે ફિનાઇલ પીધું

સામા કાંઠે આવેલી ગ્રામ લક્ષ્મી સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૮: પેડક રોડ પર ગ્રામ લક્ષ્મી સોસાયટીમાં રહેતાં અને ગેરેજમાં મિકેનીક તરીકે કામ કરતાં વિરેન્દ્ર પ્રેમજીભાઇ રાઠોડ (ઉ.૨૫)એ રાત્રે સાડા દસેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.વિરેન્દ્ર બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને સંતાનમાં એક પુત્રી છે. તેને પત્નિ સપના સાથે જમવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું જણાવાયું હતું. પોલીસે તેનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:31 am IST)