Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નગર પાલીકા ચુંટણીઃ ડીસ્પેચીંગ રીસીવીંગ - મતગણત્રી સ્થળ ફાઇનલ કરતા અધિક કલેકટર

રાજકોટ, તા., ૮: આગામી તા.૧૭મીએ યોજાનાર રાજકોટ જીલ્લાની પાંચ પાલીકાની ચુંટણીમાં ડીસ્પેચીંગ-રીસીવીંગ-મતગણત્રી સ્થળો એડીશ્નલ કલેકટરશ્રી દ્વારા ફાઇનલ કરાયા હતા.

જેમાં જેતપુર-સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ-પોરબંદર હાઇવે નવાગઢ, ધોરાજી-નવી ભગવતસિંહજી હાઇસ્કુલ-સ્ટેશન રોડ, ઉપલેટા-ટાવરવાળી તાલુકા શાળા, ભાયાવદર-જુની કન્યા વિદ્યાલય-રેલ્વે સ્ટેશન રોડ અને જસદણ તાલુકા સેવાસદન પ્રથમ માળનો સમાવેશ થાય છે.આ ઉપરાંત દરેક પાલીકાની ચુંટણીમાં સ્ટાફની તાલીમ માટે પણ તારીખો ફાઇનલ કરી તે પ્રમાણે ઓર્ડરો કરી નખાયા છે.(૪.૧૫)

(4:55 pm IST)