Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ચેક રિટર્નના કેસમાં ઇમીટેસનના વેપારીને એક વર્ષની સજા અને પાંચ લાખનો દંડ

રાજકોટ તા.૮: રાજકોટના ઇમીટેશનના વેપારીને ચેક રિર્ટનના કેસમાં એક વર્ષની સજા અને રૂ.પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે કે રાજકોટના ઇમીટેશનના વેપારીને પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાની જરૂરીયાત થતાં વેપારીએ ધંધાના વિકાસ માટે રૂ.૫,૦૦,૦૦૦/- ફરિયાદી ભરતભાઇ નરસંગભાઇ બાબરીયા પાસેથી માંગણી કરતા તેઓએ તા.૧૬/૦૨/૨૦૧૬ના રોજ રૂ.૫,૦૦,૦૦૦/- આપેલ. ફરિયાદી શાહુકારધારાનું લાયસન્સ ધરાવતા હોય તેમણે સરકારી ધારાધોરણ મુજબ આપેલ. જે નાણા આરોપી હિતેષ પરસોતમભાઇ દુધાત્રા, રહેઃ મધુવન પાર્ક શેરી નં.૨, શ્રી રાજ સ્કૂલની સામેની શેરી, કુવાડવા રોડ, રાજકોટ વાળાએ બે મહિનામાં પરત ચુકવી દેવાની શરતે લીધેલા.

આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવેલો ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં નાખતા રીર્ટન થયેલ. જે ચેક સંદર્ભે આરોપીને નોટીસ મોકલેલ અને ફરિયાદી દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી.

ફરિયાદમાં કોર્ટ દ્વારા અલગ અલગ સાક્ષીઓ તપાસવામાં આવેલ. જેમાં બધા સાક્ષીઓની જુબાની તથા કોર્ટમાં રજુ કરવામાં આવેલ ફરિયાદી તરફે ચુકાદાઓ તથા લેખિત દલીલ ધ્યાને લઇ રાજકોટના જજશ્રી ઇ.એમ.શેખે ચુકાદો આપતા આરોપી હિતેષ પરસોતમભાઇ દુધાત્રાને એક વર્ષની સજા તથા ચેકની રકમ મુજબ રૂ.૫,૦૦,૦૦૦/-નો દંડ ફરમાવવાનો હુકમ કરેલ.

આ કામમાં ફરિયાદી-ભરતભાઇ નરસંગભાઇ બાબરીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજયભાઇ ડાંગર, વિજયભાઇ ધમ્મર, જીતેન્દ્રસિંહ પરમાર રોકાયેલ હતા.(૧.૨૪)

 

(4:53 pm IST)